તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડો:સરસપુર સબ ઝોનલ ઓફિસમાં ધક્કા ખાઇને કંટાળેલા બે યુવકે મ્યુનિ. ઈજનેરને ફટકાર્યા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આસિસ્ટન્ટ સિટી ઈજનેરને લાતો-ફેંટો મારી બન્ને ભાગી ગયા

સરસપુર બાલભવન પાસેની કોર્પોરેશનની સબ ઝોનલ ઓફિસમાં કામ માટે ધક્કા ખાઇ રહેલા 2 યુવાનો ગુસ્સે થયા હતા. આટલું જ નહીં આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર અને તેમના મહિલા આસિસ્ટન્ટ સાથે બંને યુવાનોએ ઝઘડો કર્યો હતો. જ્યારે એન્જિનિયરને લાતો અને ફેંટોનો માર મારી હાથમાં પહેરેલુ લોખંડનું કડું માથામાં મારી દીધુ હતુ. જો કે બીજા સ્ટાફ મેમ્બરો ભેગા થઇ જતા બંને યુવાનો એક્ટિવા લઈને ભાગી ગયા હતા.

હાથીજણ આકાંક્ષા બંગલોઝ ખાતે રહેતા ઈશ્વર રાઠોડ(54) 4 વર્ષથી સરસપુર ખાતેની સબ ઝોનલ ઓફિસમાં આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર છે. સોમવારે બપોરે આવેલા બે યુવકે કહ્યું, ત્રણ-ચાર વખત ધકકા ખાધા - ફરિયાદો કરી છતાં અમારું કામ થતું નથી.

ઈશ્વરભાઈએ તેમને આસિસ્ટન્ટ દીપીકાબહેન પંડ્યા પાસે મોકલ્યા હતા. બંને યુવાનો મોટેથી બૂમો પાડીને ગાળો બોલતા હતા. જેથી દીપીકાબહેન અને ઈશ્વરભાઈએ તેમને ગાળો નહીં બોલવા કહેતા એકે ઈશ્વરભાઈના શર્ટનો કોલર પકડીને તેમને 2-3 લાફા મારી દીધા હતા. જ્યારે એકે હાથમાં પહેરેલું લોખંડનું કડું ઈશ્વરભાઈને માથામાં મારતા લોહી નીકળ્યંુ હતું. સ્ટાફે પોલીસને ફોન કર્યો પરંતુ પોલીસ આવે તે પહેલા જ બંને ભાગી ગયા હતા. ઈશ્વરભાઈની ફરિયાદના આધારે શહેરકોટડા પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો