તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલી વાર જુઓ:અમદાવાદ રથયાત્રાનો ટાઈમલેપ્સ વીડિયો, સરસપુરથી નિજમંદિર સુધીની યાત્રા માણો માત્ર એક મિનિટમાં

20 દિવસ પહેલા

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિર્વિઘ્ને પૂરી થઈ છે. 14-15 કલાકની રથયાત્રા આ વખતે માત્ર 4 કલાકમાં જ સંપન્ન થઈ છે. દિવ્ય ભાસ્કરે આ રથયાત્રાનો ટાઈમલેપ્સ વીડિયો બનાવ્યો છે. મામાના ઘર સરસપુરથી ભગવાન નિજમંદિર પહોંચ્યા ત્યાં સુધીની યાત્રાનો આ ટાઈમલેપ્સ વીડિયો છે. ભગવાનના રથ સવારે 8-30 વાગ્યે સરસપુર પહોંચ્યા હતા, મામેરા વિધિ બાદ તરત જ રથ અહીંથી નિજ મંદિર જવા નીકળ્યા હતા. લગભગ સવા બે કલાકની આ યાત્રાને દિવ્ય ભાસ્કરે એક મિનિટમાં બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ વીડિયોમાં સરસપુરથી નીકળેલા રથ ચોખા બજાર, પ્રેમ દરવાજા, દિલ્લી ચકલા, શાહપુર ચકલા, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક અને AMC થઈને નિજ મંદિર પરત ફરે છે એ ટાઈમલેપ્સમાં જોઈ શકાય છે. જૂના અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી મંદિર તરફ આવતી રથયાત્રાનો ટાઈમલેપ્સ વીડિયો સૌ કોઈના મનમોહી લે તેવો છે.

કોરોના સંકટ વચ્ચે નીકળેલી રથયાત્રા દરમિયાન શહેરીજનોએ સ્વયં શિસ્તના દર્શન કરાવ્યા. રથયાત્રાના રૂટ પરના નગરજનોએ ઘરમાં રહીને જ ભગવાનના દર્શન કર્યા. કોઈ લોકોએ બાલકનીમાંથી તો કોઈએ ધાબા પર ચઢીને ભગવાનના દર્શન કર્યા. અમદાવાદ પોલીસે પણ શહેરીજનોની શિસ્તતાના વખાણ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...