હાઇકોર્ટનું અવલોકન:કોલસાનો તબક્કાવાર ઉપયોગ ઘટાડીને ધીમેધીમે નેચરલ ગેસના ઉપયોગ કરવાનો સમય પાકી ગયો છે: ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટ
  • વાયુ પ્રદૂષણ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી
  • હાઈકોર્ટે સરકાર પાસે દર વર્ષે ઉદ્યોગોમાં વપરાતાં કોલસાની વિગત અને કોલસા આધારિત ઉદ્યોગની વિગત માગી

રાજ્યમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ તથા કોલસાના ઉપયોગના કારણે વધી રહેલા પ્રદૂષણનાં કારણે ગુજરાત હાઇકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં કોર્ટે નોંધ્યું કે કોલસાનો તબક્કાવાર ઉપયોગ ઘટાડીને ધીમે ધીમે નેચરલ ગેસના ઉપયોગ કરવાનો સમય પાકી ગયો છે.

ઉદ્યોગમાં કોલસાના વપરાશની હાઈકોર્ટે માહિતી માગી
જસ્ટિસ જે.બી પારડીવાલા અને વૈભવી નાણાવટીની ખંડપીઠ સમક્ષ હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં કોર્ટે નિર્દેશ કર્યો છે કે, પ્રતિવર્ષ ઉદ્યોગો માટે કેટલો કોલસો વાપરવામાં આવે છે. તેની સરકાર વિગતો રજૂ કરે સાથે સાથે કોલસા આધારિત ઉદ્યોગો કેટલા છે તેની વિગત પણ રજુ કરવા કોર્ટે કહ્યું છે.

કોલસાનો વધુ પડતો ઉપયોગ જોખમી હોવાની હાઈકોર્ટે ટકોર કરી
આ બાબતે ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર પણ કરી છે કે, કોલસાનો વધારે પડતો ઉપયોગ તે જોખમી છે. વાતાવરણમાં કોલસા ના કારણે ભારે પ્રદૂષણ ફેલાય છે તે વાત નકારી શકાય તેમ નથી. આ મામલે આગામી દિવસોમાં હાઇકોર્ટ તરફથી લેખિતમાં ઓર્ડર જારી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...