જેલમાં ફોન મળે છે!:અમદાવાદની સાબરમતી જેલમાં ટિફિન ના જાય પરંતુ મોબાઈલ પહોંચી જાય,મહિલા કેદી મોબાઇલ પર વાત કરતી ઝડપાઈ

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પાસેથી સત્તાધીશોએ ફોન કબ્જે કરી વધુ તપાસ આદરી છે

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા કાપતા કેદી માટે ટિફિન મોકલવું હોય અથવા તો તેને અંદર કપડાં મોકલાવવા હોય તો સ્વજનોને લોઢાના ચણા ચાવવા પડે તેટલી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. સાબરમતી જેલમાં રાખવામાં આવેલી મહિલા મોબાઇલ પરથી વાત કરતી ઝડપાઈ હતી. જેના સત્તાધીશોએ મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

જેલ આજુબાજુ લગાવવામાં આવેલા જામરને કારણે ત્યાંના રહેવાસીઓ અને આજુબાજુથી પસાર થતા લોકોના મોબાઈલ લાગતા હોતા નથી. જેની અંદર થી તમારે જ્યાં કોલ કરવો હોય ત્યાં આરામ થાય. જેલના મહિલા સિપાઈને જાણવા મળ્યું હતું કે મહિલા જેલમાં જ્યોત્સનાબેન જગદીશભાઈ પટેલ બાથરૂમમાંથી મોબાઈલ વડે આરામથી વાત કરી રહ્યા છે. જેલ સ્ટાફ સાથે દોડી જાય જ્યોત્સનાબેન પાસેથી મોબાઇલ ઝડપી લીધો હતો. જેલમાં મોબાઈલ કેવી રીતે આવ્યો તેની તપાસ રાણીપ પોલીસ અને ત્યાંના સત્તાધીશો સાથે મળીને કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...