AAPના વધુ 10 ઉમેદવારો જાહેર:જમાલપુરમાં હારુન નાગોરી અને દરિયાપુરમાં તાજ કુરેશીને ટિકિટ આપી, અત્યાર સુધી 118 ઉમેદવાર જાહેર કર્યા

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 108 જેટલા ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે આજે વધુ 10 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદની દરિયાપુર અને જમાલપુર બંને મહત્વની બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જમાલપુર બેઠક પરથી હારુન નાગોરી અને દરીયાપુર બેઠક પરથી તાજ કુરેશીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આમ 9મી યાદી સાથે 118 ઉમેદવારો જાહેર થઈ ગયા છે.

લિસ્ટમાં ચારેય ઝોનના ઉમેદવારને સ્થાન
આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારો નક્કી કરી અને જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં બે દિવસ પહેલા 22 ઉમેદવારોના નામ સાથેની યાદી જાહેર કર્યા બાદ આજે વધુ 10 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકોનો સમાવેશ થાય છે. સુરતની એક બેઠક પરથી પણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરત પૂર્વમાં કંચન જરીવાલાને ટિકિટ આપવામાં આવી છે.

આમ આદમી પાર્ટી ઉમેદવારોનું લિસ્ટ જાહેર

આઠમી યાદી-1
આઠમી યાદી-1
આઠમી યાદી-2
આઠમી યાદી-2
આપના ઉમેદવારોની સાતમી યાદી.
આપના ઉમેદવારોની સાતમી યાદી.
અન્ય સમાચારો પણ છે...