વિધાનસભા ચૂંટણીને લઇ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ આજે એક જ દિવસમાં બીજી યાદી જાહેર કરી છે. જેમાં વધુ 33 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જિગ્નેશ મેવાણીને વડગામ અને તુષાર ચૌધરીને ખેડબ્રહ્માથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા અત્યાત સુધીમાં 142 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.
2 મહિલા-2 મુસ્લિમ ઉમેદવાર રિપિટ
નોંધનીય છે કે, કોંગ્રેસની છઠ્ઠી યાદીમાં બે મહિલા અને બે મુસ્લિમ ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બંને મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ચંદ્રીકાબેન બારૈયાને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે બંને મુસ્લિમ ઉમેદવાર ગ્યેસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાને પણ રિપિટ કરવામાં આવ્યા છે.
33 ઉમેદવારોની છઠ્ઠી યાદી
વાવ | ગેનીબેન ઠાકોર |
થરાદ | ગુલાબસિંહ રાજપૂત |
ધાનેરા | નાથાભાઈ પટેલ |
દાંતા-ST | કાંતિભાઈ ખરાડી |
વડગામ- SC | જીગ્નેશ મેવાણી |
રાધનપુર | રઘુ દેસાઈ |
ચાણસ્મા | દિનેશ ઠાકોર |
પાટણ | ડૉ. કિરિટ પટેલ |
સિદ્ધપુર | ચંદનજી ઠાકોર |
વીજાપુર | ડૉ. સી. જે ચાવડા |
ખેડબ્રહ્મા- ST | તુષાર ચૌધરી |
મોડાસા | રાજેન્દ્ર સિંહ ઠાકોર |
માણસા | બાબુસિંહ ઠાકોર |
કલોલ | બળદેવજી ઠાકોર |
વેજલપુર | રાજેન્દ્ર પટેલ |
વટવા | બળવંત ગઢવી |
નીકોલ | રણજીત બારડ |
ઠક્કરબાપા નગર | વિજય બ્રહ્મભટ્ટ |
બાપુનગર | હિંમતસિંહ પટેલ |
દરિયાપુર | ગ્યાસુદ્દીન શેખ |
જમાલપુર ખાડિયા | ઈમરાન ખેડાવાલા |
દાણીલીમડા- SC | શૈલેષ પરમાર |
સાબરમતી | દિનેશ મહિડા |
બોરસદ | રાજેન્દ્ર સિંહ પરમાર |
આંકલાવ | અમિત ચાવડા |
આણંદ | કાન્તીસોઢા પરમાર |
સોજીત્રા | પુનમભાઈ પરમાર |
મહુંઢા | ઈન્દ્રજીત સિંહ પરમાર |
ગરબાડા-ST | ચંદ્રીકાબેન બારૈયા |
વાઘોડિયા | સત્યજીત સિંહ ગાયકવાડ |
છોટા ઉદેયપુર | સંગ્રામસિંહ રાઠવા |
જેતપુર ST | સુખરામભાઈ રાઠવા |
ડભોઈ | બાલકિશન પટેલ |
કોંગ્રેસની પાંચમી યાદીમાં 6 નામ જાહેર કર્યા
કોંગ્રેસ દ્વારા 6 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં બળવાખોર મનહર પટેલ બોટાદથી ટિકિટ લઈને જ જંપ્યા છે. મનહર પટેલની ટિકિટ કપાતા નારાજ હતા. આજે અશોક ગહેલોત સાથે બેઠક બાદ રમેશ મેરની જગ્યા પર મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ગૂંચવાયેલી રાજકોટ પશ્વિમની ટિકિટ પાટીદાર મનસુખ કાલરિયાને આપવામાં આવી છે.
મનસુખ કાલરિયા કડવા પાટીદાર સમાજના અગ્રણી
રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે મનસુખ કાલરીયાને ટિકિટ છે. મનસુખ કાલરિયા કડવા પાટીદાર સમાજના અગ્રણી છે. રાજકોટના વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. રાજકોટ મનપા વિરોધ પક્ષના ઉપનેતા પણ રહી ચૂક્યા છે. ગત મહાનગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણીમાં મનસુખ કાલરીયા વોર્ડ નંબર 10માં હાર્યા હતા. મનસુખ કાલરીયા રાજકોટના અગ્રણી વેપારી છે. કડવા પાટીદારની અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 17 સીટિંગ MLA રિપીટ
કોંગ્રેસે ટિકિટ ફાળવણીના બીજા રાઉન્ડમાં જે 46 નામ ડિક્લેર કર્યા છે, એમાંથી સૌરાષ્ટ્ર-કચ્છનાં 29 નામ છે. આમાં 17 સીટિંગ MLA છે, જેમને રિપીટ કરાયા છે. આમાં દસાડાના (એસસી) નૌશાદ સોલંકી, ચોટીલાના ઋત્વિક મકવાણા, ટંકારાના લલિત કગથરા, વાંકાનેરના મો. જાવેદ પીરજાદા, ધોરાજીના લલિત વસોયા, કાલાવડના પ્રવીણ મૂછડિયા, જામજોધપુરના ચિરાગ કાલરિયા, ખંભાળિયાના વિક્રમ માડમ, જૂનાગઢના ભીખાભાઈ જોશી, માંગરોળના બાબુભાઈ વાજા, સોમનાથના વિમલ ચૂડાસમા, ઉનાના પુંજાભાઈ વંશ, અમરેલીના પરેશ ધાનાણી, લાઠીના વીરજી ઠુમ્મર, સાવરકુંડલાના પ્રતાપ દૂધાત, રાજુલાના અમરીશ ડેર તથા તળાજાના કનુભાઈ બારૈયાનો સમાવેશ થાય છે. આ સિવાય એકમાત્ર પાલિતાણાના પ્રવીણ રાઠોડ એવા ઉમેદવાર છે, જેઓ ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી હારી ગયા હતા છતાં તેમને રિપીટ કરાયા છે.
કચ્છમાં હારેલા 3 ઉમેદવાર બદલાયા અને સૌરાષ્ટ્રમાં 8 નવા ચહેરા
કોંગ્રેસે આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ મળીને 11 નવા ચહેરાને બીજા રાઉન્ડની ટિકિટો ડિક્લેર કરવા સુધીની તક આપી છે. આમાં કચ્છની અબડાસા બેઠક પર મામદભાઈ જંગ, માંડવીમાં રાજેન્દ્રસિંહ જાડેજા, ભુજમાં અરજણ ભૂડિયાને ટિકિટ આપીને ત્રણેય જૂના ચહેરાને કોંગ્રેસે બદલી નાખ્યા છે. સુરેન્દ્રનગરની લીમડી બેઠકમાં ઉમેદવારી કલ્પના મકવાણાને અપાઈ છે, જ્યારે રાજકોટમાં ગોંડલમાં યતીશ દેસાઈ અને જેતપુરમાં નવા ચહેરા તરીકે દીપક વેકરિયાને ટિકિટ મળી છે. જામનગરમાં અત્યારસુધીમાં ફક્ત દક્ષિણ બેઠકમાં ઉમેદવાર બદલીને મનોજ કથીરિયાને ટિકિટ અપાઈ છે. આ રીતે જૂનાગઢના વિસાવદરમાં 2017ના MLA હર્ષદ રીબડિયા ભાજપમાં જતા કરસન વડોદરિયાને તક અપાઈ છે. ભાવનગરમાં પશ્ચિમની બેઠક પર કિશોરસિંહ ગોહિલ તથા ગઢડાની બેઠક પર જગદીશ ચાવડાનું નામ જાહેર કરાયું છે.
મધ્ય-દક્ષિણમાં પણ 4 MLA રિપીટ, 13 સીટ પર નવા ચહેરા
મધ્ય ગુજરાતના નર્મદા અને ભરૂચ જિલ્લામાં 2-2 નવા ચહેરાને તક અપાઈ છે, જ્યારે વર્તમાન MLAમાંથી વાંસદામાં અનંત પટેલ, નિઝરમાં સુનીલ ગામીત, વ્યારામાં પૂનાભાઈ ગામીત અને માંડવીમાં આનંદ ચૌધરીને રિપીટ કરાયા છે. જ્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ ચોર્યાસી, મજૂરા, ઉધના, લિંબાયત, કરંજ, સુરત (ઉત્તર), સુરત (પૂર્વ), અને માંગરોળમાં ઉમેદવારો બદલવામાં આવ્યા છે.
પહેલી યાદીમાં ભૂપેન્દ્રભાઈ સામે અમીબેનને ટિકિટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સામે કોંગ્રેસે પહેલી યાદીમાં ઘાટલોડિયા વિસ્તારમાંથી કોંગ્રેસે મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને જાહેર કર્યા હતા. હાઇકોર્ટમાં વકીલાત કરે છે. તેઓ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ છે. શિક્ષિત અને અભ્યાસુ હોવાની સાથે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેમણે પ્રાદેશિક કક્ષાએ પણ કોંગ્રેસમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. સ્થાનિક પ્રશ્નોમાં પણ તેઓ સક્રિય રહે છે. તો દસક્રોઈ મતવિસ્તારના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ઉમેદી બુધાજી ઝાલા ઠાકોર સમાજના આગેવાન છે. ઠાકોર સમાજમાં સ્વીકૃત છે. તેઓ કોંગ્રેસના જૂના આગેવાન છે. દરેક કોંગ્રેસના કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવતા હોય છે.
કેટલાક વિસ્તારના ઉમેદવારોએ દોઢેક મહિનાથી કામગીરી શરૂ કરી દીધી
કોંગ્રેસ દ્વારા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાંથી જે પહેલી યાદી બહાર પાડે છે તે તમામ ઉમેદવારોની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવી હોય એવું ફલિત થઈ રહ્યું છે. કોંગ્રેસ માત્ર લડવા ખાતર ચૂંટણી લડતી હોય એવું આ ઉમેદવારોનાં નામની જાહેરાત બાદ લાગતું નથી. જે-તે ઉમેદવારે પોતાના વિસ્તારમાં છેલ્લા એક-દોઢ મહિનાથી કામ શરૂ કરી દીધું હતું. મોટા ભાગના ઉમેદવારો જ્યારે સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન સુરત પહોંચ્યા હતા, ત્યારે પણ તેમની અંદર અંદર ચર્ચા બાદ જે-જે વ્યક્તિને ટિકિટ મળી શકે તે જ વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવી હોવાની પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે. એક વાત સ્પષ્ટ છે કે આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસે જે પ્રકારના ઉમેદવારો પસંદ કર્યા છે, એ જોતાં ચૂંટણીમાં ભલે અત્યારસુધીમાં કોંગ્રેસ ચર્ચામાં નહીં રહેવું, પરંતુ હવે પ્રચારથી લઈને પરિણામ આવે ત્યાં સુધી ચોક્કસ જ સૌકોઈની નજર તેમના પર રહેશે.
2017માં કોંગ્રેસને 77 બેઠક મળી હતી
ગુજરાત કોંગ્રેસમાં ઘણાં વર્ષોથી કેટલાક ચોક્કસ નેતાઓ કબજેદાર હોય એવી છાપ કાર્યકરો અને મતદારોમાં હતી, જેને કારણે પણ કોંગ્રેસના મતદારો ડાઇવર્ટ થઈ રહ્યા હતા. એટલું જ નહીં, 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન, ઠાકોર સમાજના આંદોલન અને દલિત સમાજના આંદોલનને કારણે નારાજ મતદારોએ ભાજપને માંડ માંડ 99 બેઠક બેઠકો આપી નજીવી બહુમતીથી સત્તા સોંપી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો સૌરાષ્ટ્રની 54 બેઠકના સંભવિત ઉમેદવારની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસના ગણિત પર નજર કરીએ તો વર્ષ 2017માં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 54 બેઠક પૈકી 33 બેઠક જીત્યુ હતું. આ 33 પૈકી 10 ધારાસભ્યે પાંચ વર્ષમાં પક્ષપલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલ કોંગ્રેસ પાસે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં 23 ધારાસભ્ય છે. આ તમામને રિપીટ કરવાનું કોંગ્રેસનું આયોજન છે. જોકે કોંગ્રેસ આ નામોની જાહેરાત ક્યારે કરશે એની રાહ જોવાઈ રહી છે.
ચૂંટણીની તૈયારીઓ પર શક્તિસિંહની નજર રહેશે
ગુજરાતમાં વધુમાં વધુ બેઠક અંકે કરવા માટે કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. તેમાં કયાંય કચાશ ન રહે એ માટે કોંગ્રેસ હાઇકમાન્ડે હાલ સાંસદ તથા પ્રભારી શક્તિસિંહ ગોહિલને પણ ગુજરાતની ચૂંટણીમાં ધ્યાન આપવા કહ્યું છે. આ માટે શક્તિસિંહને દિલ્હીની કામગીરીથી થોડા સમય માટે દૂર રાખવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખો જેવા કે લલિત કગથરા, જિજ્ઞેશ મેવાણી, અમરીષ ડેર અને હિંમતસિંહ પટેલ પણ ચૂંટણી લડશે. કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો. હિંમાશુ પટેલને ગાંધીનગર સાઉથમાંથી ટિકિટ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.