તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય તપાસ:અમદાવાદ જિલ્લા પંચાયતના કર્મચારીઓના તંત્ર દ્વારા થાયરોઇડ અને વિવિધ લીક્વિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
150 વ્યક્તિઓએ જનરલ તપાસ કરાવી હતી - Divya Bhaskar
150 વ્યક્તિઓએ જનરલ તપાસ કરાવી હતી
  • આરોગ્ય તપાસની સાથે કોરોના સામે શક્તિવર્ધક ઉકાળા અને સંશમનીવટીનું વિતરણ કરવામાં આવ્યું
  • જિલ્લા પંચાયત કર્મીઓને “રીવર્સ ક્વોરન્ટાઇન કીટ” આપવામાં આવી

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા પંચાયત કર્મીઓ માટે આરોગ્ય ચકાસણી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જિલ્લા પંચાયત કર્મીઓના આરોગ્યની દરકાર કરીને તંત્ર દ્વારા 72 જેટલા બ્લડ ટેસ્ટ જેમાં કિડની ફંકશન, લીવર ફંકશન ટેસ્ટ, ડાયાબીટિસને લગતા ટેસ્ટ, થાયરોઇડ ટેસ્ટ અને વિવિધ લીક્વિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. આ કેમ્પમાં આંખની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.

166 લોકોએ આંખની તપાસ કરાવી હતી
166 લોકોએ આંખની તપાસ કરાવી હતી

સર્વરોગ નિદાન કેમ્પમાં 224 કર્મીઓએ બોડી પ્રોફાઇલ ટેસ્ટ, 150 વ્યક્તિઓએ જનરલ તપાસ, 166 લોકોએ આંખની તપાસ કરાવી હતી. જિલ્લા પંચાયતમાં આયુષ વિભાગની કચેરી દ્વારા કાર્યરત આયુર્વેદિક વિભાગ દ્વારા કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા પંચાયતના કર્મીઓ માટે આર્યુવેદિક ઉકાળા, સંસમની વટી અને રિવર્સ ક્વોરન્ટાઇન કીટનું પણ વિતરણ કરવામા આવ્યુ હતુ.

આર્સેનિક આલ્બથી બનેલી ગ્લોબયુલ્સ ગોળીનું વિતરણ કરવામાં આવ્યું
આર્સેનિક આલ્બથી બનેલી ગ્લોબયુલ્સ ગોળીનું વિતરણ કરવામાં આવ્યું

જેમા 200 પેકેટ ઉકાળાનું વિતરણ, 150 સંસમની વટીનું વિતરણ અને 150 રીવર્સ ક્વોરન્ટાઇન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આયુષ વિભાગની કચેરીના હોમિયોપેથી વિભાગ દ્વારા આર્સેનિક આલ્બથી બનેલી ગ્લોબયુલ્સ ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો