હવામાન વિભાગની આગાહી:અમદાવાદમાં 25 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ઝાપટાં પડવાની વકી; વાતાવરણમાં પલટા પછી ગરમીનો પારો 0.8 ડિગ્રી ગગડ્યો

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમના પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી ઝાપટાંથી હળવા વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા સૌથી વધુ છે.

અમદાવાદમાં મંગળવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ બુધવારે પણ દિવસ દરમિયાન ધૂપ-છાવનું વાતાવરણ રહ્યું હતું. મંગળવાર કરતાં ગરમીનો પારો 0.8 ડિગ્રી ગગડીને 41.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 1.1 ડિગ્રી વધીને 29.1 ડિગ્રી નોંધાયુ હતું. ચારથી પાંચ દિવસ દરમિયાન શહેરમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

વાતાવરણમાં પલટો આવ્યાં બાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ઘટયો હતો, જેને કારણે ચાર શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. પરંતુ, આગામી પાંચ દિવસો દરમિયાન 30થી 40 કિલોમીટરની ગતિના પવનો અને વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાથી હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...