ભાસ્કર એક્સપ્લેનર:10થી 15 કિમીમાં છવાયેલાં થંડરસ્ટોર્મને કારણે માત્ર બે ઝોનના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર વરસાદ તૂટી પડ્યો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • થંડરસ્ટોર્મ સિસ્ટમમાં વધુ વરસાદી વાદળો હોવા ઉપરાંત વીજળીના કડાકા પણ બોલે છે

શનિવારે શહેરના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના મોટાભાગના વિસ્તારમાં 4 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો અને રાત જેવું અંધારું થઈ ગયું હતું. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ 10થી 15 કિલો મીટરના ઘેરાવમાં છવાયેલા થંડરસ્ટોર્મને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. થંડરસ્ટોર્મ જેટલા વિસ્તારમાં હોય ત્યાં વધુ વરસાદી વાદળ છવાય છે.

આ વાદળની ખાસિયત એ છે કે, તેમાં વીજળીના પ્રચંડ કડાકા સંભળાય છે અને વરસાદ પણ અસામાન્ય તીવ્રતાથી પડે છે. નિષ્ણાતોના કહેવા મુજબ વધુ વરસાદ લાવતા સીબી ક્લાઉડ પશ્ચિમના વિસ્તારો પર છવાયેલા હોવાથી આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો.

શનિવારે રચાયેલી સિસ્ટમ આ રીતે સમજો
ક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડ (સીબી ક્લાઉડ)ની સ્થિતિમાં મોટેભાગે થંડરસ્ટોર્મ આવતું હોય છે. આ વાદળ 20 હજાર ફૂટથી ઓછી ઊંચાઈ રચાતા હોવાથી અન્ય વરસાદી વાદળોની સરખામણીએ ધરતીથી નજીક હોય છે. વધારામાં સીબી ક્લાઉડમાં ભેજનું પ્રમાણ સૌથી વધુ હોય છે. આ કારણે જ આ પ્રકારના વાદળ થંડર હેડ તરીકે પણ ઓળખાય છે. વાદળમાં રહેલા આયોનાઈઝ્ડ કણો એકબીજા સાથે સતત ઘર્ષણમાં આવતા હોવાથી વીજળીના કડાકા બોલે છે. અત્યંત બફારાવાળા વાતાવરણ પછી સીબી ક્લાઉડ રચાતા હોય છે અને તેમાંથી સામાન્ય વાદળ કરતાં વધુ તીવ્રતાથી પાણીથી વરસે છે. આ પ્રકારના વાદળનો ઘેરાવો 10થી 15 કિલોમીટર સુધીનો હોય છે.

અન્ય સમાચારો પણ છે...