હવામાન વિભાગની આગાહી:સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 18 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મુંબઈમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના અપરએર સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે.
  • હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત.

રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસાની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં છુટા છવાયા વરસાદને જોઈ હવે લાગી રહ્યું છે. બે-ત્રણ દિવસમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે. સાથે હવામાન વિભાગની આગાહી અનુસાર પણ 17-18 જૂનની આસપાસ ચોમાસું રાજ્યમાં બેસશે. મુંબઈમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના હવામાનમાં અપરએર સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે. જેથી વરસાદની શરૂઆત રાજ્યમાં દક્ષિણ ગુજરાતથી થઈ શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18મી જૂન સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં14 અને 15 જૂનએ સુરત, વલસાડ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, તાપી, ડાંગ નવસારી અને દાદરા નગર હવેલી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારબાદ 17 જૂન અને ત્યારબાદ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, ડાંગ, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

18 જૂન સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી
18 જૂન સુધી રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નહીવત
વરસાદથી અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળશે. છુટા છવાયા વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં ગરમીના બફારાથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. સાથે આ ચોમાસાના વિધિવત આગમનથી ખેડૂતો પણ રાહતનો શ્વાસ લેશે. આગામી અઠવાડિયાની શરુઆત માટે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી, એટલે કે તોફાની વરસાદ થવાની સંભાવના નહીવત છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી એટલે કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં અઠવાડિયાની શરુઆતમાં વરસાદ થવાની સંભાવના ઓછી વર્તાઈ રહી છે.

મુંબઈમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા
મુંબઈમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા

શનિવારે શહેરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન
10 દિવસથી અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રીની આસપાસ રહેતો હતો, શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.5 ડિગ્રી નોંધાયું હતું. ત્રણથી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદી છાંટાથી લઇને વરસાદી ઝાપટા પડી શકે છે. પરંતુ, 17 જૂન સુધી શહેરમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.

આજે સવારે 6થી સાંજના 4 સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

જિલ્લોતાલુકોવરસાદ (મી.મીમાં)
વલસાડપારડી23
ડાંગસુબીર6
વલસાડઉમરગામ5
તાપીદોલવાન2
વલસાડવાપી2
ડાંગઆહવા1
અન્ય સમાચારો પણ છે...