શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 36 કલાક દરમિયાન અલગ અલગ બનાવોમાં ત્રણ યુવાનોએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્રણે બનાવોમાં આત્મહત્યાની પાછળનુ કારણ જાણવા માટે સ્થાનિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.બાપુનગરની નિરંજન સોસાયટીમાં રહેતા હિરેનકુમાર રમેશભાઈ કકકાણી(પટેલ) ( ઉ.40)એ તા 13 મીએ રસોડામાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
જયારે, બાપુનગરમાં જ સત્યમ ફલેટમાં રહેતા બસવારાજ બલરાજભાઈ અડકી( પદમશાળી)( ઉ.28)એ તા 13મીએ ઘરમાં પંખા સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો.ઓઢવ, ઈન્દિરા આવાસમાં રહેતા પ્રવીણભાઈ લાલજીભાઈ વાઘેલા( ઉ.35)એ તા 14 મીએ સવારના 8 વાગે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.