અમદાવાદ પોલીસની કાર્યવાહી:ચોરીનાં 10 બાઇકથી 12 મહિલાના પર્સ લૂંટનારા ત્રણ યુવકની ધરપકડ

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ, અરવલ્લી, મહિસાગરમાંથી બાઇકો ચોરી હતી
  • પર્સ-બેગની લૂંટ કર્યા બાદ ત્રણેય લુટારુ બાઇકને રાજસ્થાનના અંતરિયાળ ગામમાં બિનવારસી હાલતમાં મૂકી આવતા હતા

રાહદારી મહિલાના હાથમાંથી પર્સ-બેગ લૂંટવા માટે બાઈકની ચોરી કરતા 3 યુવકોની પોલીસે ધરપકડ કરી હતી. આ ત્રણેયે ત્રણ માસમાં જ 10 બાઇકની ચોરી કરીને તેની મદદથી 2 ડઝન કરતાં પણ વધુ મહિલાનાં બેગ-પર્સ આંચકી લીધાં હતાં. જોકે લૂંટના 1-2 ગુના આચર્યા બાદ તે બાઈક ત્રણેય જણ રાજસ્થાનના અંતરિયાળ ગામડાંમાં બિનવારસી હાલતમાં મૂકી દેતાં હતાં.

રાહદારી મહિલાના હાથમાંથી પર્સ-બેગ લૂંટીને ફરાર થઈ જતા લુટારુઓ વિશે ઝોન-1 ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ કે.એલ.ખટાણા અને હેડ કોન્સ્ટેબલ મુકેશગિરિને મળેલી બાતમીને આધારે અનિલ ઉર્ફે અન્ના રાઈડર અમરત રાઠોડ (ઉં.27), આર્યન ઉર્ફે અમન હાર્દિક ગુડ્ડુસિંગ ચૌહાણ (ઉં.27, મણિનગર) અને કલ્પેશ ઉર્ફે કાલુ ઘેનમલ (ઉં.20, વટવા)ને ચોરી કરેલા બાઇક સાથે ઝડપી પાડ્યા હતા.

ત્રણેયે પોલીસ પૂછપરછમાં તેમણે અમદાવાદ, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાંથી 3 માસમાં 10 બાઇકોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. એટલું જ નહીં ચોરી કરેલા બાઇકની મદદથી રાહદારી મહિલાના હાથમાંથી પર્સ-બેગ લૂંટીને ભાગી જતા હતા. જોકે એક બાઈક પર લૂંટની 1-2 ઘટનાને અંજામ આપ્યા બાદ તે બાઈક રાજસ્થાનના કોઈ અંતરિયાળ ગામડામાં બિનવારસી હાલતમાં મૂકી આવતા હતા.

પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને રાજસ્થાનના અંતરિયાળ ગામોમાં બિનવારસી હાલતમાં મૂકેલા 10 બાઈકો કબજે કર્યાં હતાં. જ્યારે ત્રણેયે ચોરી કરેલા બાઈકથી બેગ-પર્સ લૂંટના 2 ડઝન ગુના આચર્યા હોવાનું કબૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...