કોર્ટનો નિર્ણય:ઈસનપુરમાં સગીરા પર દુષ્કર્મ કરનાર ત્રણને જીવે ત્યાં સુધી કેદ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો.9ની વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી બળાત્કાર ગુજાર્યો હતો
  • સગીરા પર તેના સગીર બોયફ્રેન્ડે પણ દુષ્કર્મ કર્યું હતું

ઇસનપુરમાં ધોરણ 9માં ભણતી સગીરાને તેનો સગીર બોય ફ્રેન્ડ દુષ્કર્મ કરતો હતો. આ સમયે તેનો વીડિયો ઉતારી બ્લેકમેલની ધમકી આપી દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવનાર 3 આરોપીને પોક્સો કોર્ટના ખાસ જજ એચ.એ.ત્રિવેદીએ જીવે ત્યાં સુધી આજીવન કારાવાસની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. કોર્ટે આરોપીઓને સજા સાથે ભોગ બનનાર સગીરાને રૂ. 1 લાખ વળતર આપવાનો પણ નિર્દેશ કર્યો હતો.

ઇસનપુર ચાર તંળોદા પાસેની સોસાયટીમાં રહેતી અને ધો.9માં ભણતી સગીરાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ બાજુમાં રહેતા મનિષ જેઓને બધા દિપક કાકા તરીકે ઓળખતા હતા. તે મને ઈશારો કરી ધાબા પર બોલાવતા હતા. તેમનાં કહેવાથી ધાબા પર ગઇ ત્યારે સગીરાનો હાથ પકડી તેમનાં પતરાવાળા રૂમમાં લઈ બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું.આરોપીએ સગીરાને કોઈને કહ્યું હતું કે, કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

10 દિવસ પછી મેહુલ મરાઠી આવેલો અને તેણે ઘરમાં આવી ધમકી આપેલી કે, તારા અને દિપક કાકાના ફોટા મારી પાસે છે કહી સગીરા સાથે તેણે પણ દુષ્કર્મ આચર્યું હતું. એ જ રીતે પવને પણ વીડિયોની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી કોર્ટેમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ પોકસો કોર્ટે પુરાવા અને 25 સાક્ષીઓને તપાસી આરોપીઓને સજા ફટકારી હતી.

બોયફ્રેન્ડનો દુષ્કર્મ કરતો વીડિયો રેકોર્ડ કર્યો, તે દેખાડી સગીરાને બ્લેકમેલ કરી
ધોરણ 9માં ભણતી સગીરાને તેનો સગીર બોય ફ્રેન્ડ ચોપડી લેવાના બહાને ઘરમાં ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેનો વિડિયો પડોશમાં રહેતા દિપક કાકાએ ઉતાર્યો હતો. એ વીડિયોના આધારે તેણે અને તેના મિત્રોએ સગીરાને ધમકાવી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી.

આખરે 7 માસનો ગર્ભ રહી જતાં હાઇકોર્ટે સગીરાનો ગર્ભ પડાવી લેવાનો ‌હુકમ કર્યો હતો. કોર્ટમાં સગીરાની જુબાની ગ્રાહ્ય રાખી 3 આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કારાવાસની સજા ફટકારવાનો હુકમ કર્યો હતો, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર આરોપીનો કેસ જુવેનાઇલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...