કાર્યવાહી:વેજલપુરના SBI સ્ટાફ કવાટર્સમાં કોલ સેન્ટર ચલાવતા ત્રણ ઝડપાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વેજલપુરમાં ચાલતા કોલ સેન્ટરમાં અમેરિકન નાગરિકોને કેશનેટ યુએસએ નામની લોન આપનાર કંપનીની ઓળખ આપીને છેતરપિંડી કરતા કોલ સેન્ટર પર રેડ કરી પોલીસે બે સગાભાઈઓ મળી કુલ ત્રણ વ્યકિતઓને ઝડપી પાડયા હતા.

જીવરાજપાર્ક પાસે એસબીઆઈ સ્ટાફ કવાટર્સના એક મકાનના શુભમ ઘટાડ નામનો માણસ તેના મળતિયા માણસો રાખી અમેરિકન નાગરિકોને લોન આપવાના નામે ભોળવીને પૈસા પડાવી રહ્યા છે બાતમીના પગલે પોલીસે રેડ કરી શુભમ ઘટાડ (ઉ.24) તેનો ભાઈ મયૂરકુમાર ઘટાડ (ઉ.29) અને યશ ઉપાધ્યાય(ઉ.23)ની ધરપકડ કરી હતી.

આરોપીઓ ટેકસનાઉ નામની એપ્લિકેશનથી મેસેજ ઈમેઈલ કરીને અમેરિકાનો નંબર ડિસપ્લે કરી અમેરિકનોને કોલ કરી કેશ નેટ યુએસએ નામની કંપનીની લોન આપવાનુ કહેતા હતા. ત્યારબાદ કંપનીના ખોટા લેટરપેટ પર લોન એપ્રુવલ લેટર મોકલી રૂપિયા પડાવી છેતરપિંડી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...