યાત્રીગણ કૃપયા ધ્યાન દે...:આગરા કેન્ટ, ગ્વાલિયર સહિતની ત્રણ ટ્રેનો હવે સાબરમતી સ્ટેશનથી ઉપડશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ સ્ટેશન પર ટ્રેનોના તેમજ પેસન્જરોના ટ્રાફિકના ભારણને ઘટાડવા રેલવે તંત્રએ સાબરમતી સ્ટેશનને ટર્મિનસ સ્ટેશન તરીકે વિકસિત કરાતાં અમદાવાદ-આગરા કેન્ટ એક્સપ્રેસ, અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ તેમજ અમદાવાદ-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ ટ્રેનોને 12 જુલાઈથી સાબરમતી સ્ટેશનથી દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે 11 જુલાઈની અમદાવાદ-આગરા કેન્ટ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી ઉપડશે અને સાબરમતી સ્ટેશને ઉભી રહેશે.

સાબરમતીથી દોડાનારી ટ્રેનનો સમય

  • 11 જુલાઈથી આગરા કેન્ટ-અમદાવાદ એક્સ. બપોરે 12.05 વાગે સાબરમતી સ્ટેશને ટર્મિનેટ (સમાપ્ત) થશે.
  • 12 જુલાઈથી અમદાવાદ-ગ્વાલિયર એક્સપ્રેસ સાબરમતીથી સાંજે 16.50 વાગે ઉપડશે.
  • 13 જુલાઈથી અમદાવાદ-આગરા કેન્ટ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી સાંજે 16.50 વાગે ઉપડશે.
  • 13 જુલાઈથી ગ્વાલિયર-અમદાવાદ એક્સ. બપોરે 12.05 વાગે સાબરમતી સ્ટેશને ટર્મિનેટ (સમાપ્ત) થશે.
  • 14 જુલાઈથી મુઝફ્ફરપુર-અમદાવાદ જનસાધારણ એક્સ. 7.20એ સાબરમતી સ્ટેશને ટર્મિનેટ (સમાપ્ત) થશે.
  • 16 જુલાઈથી અમદાવાદ-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતી સ્ટેશનથી સાંજે 17.55 વાગે ઉપડશે.
અન્ય સમાચારો પણ છે...