તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘ક્રિકેટમાં ત્રણ વસ્તુ મહત્ત્વની છે પ્રેક્ટિસ, પેશન અને પરિવારનો સપોર્ટ. તમારામાં પ્રતિભા રહેલી હોય છે પરંતુ એ જન્મથી નહીં પ્રેક્ટિસથી બહાર આવે છે.’ ઉપરોક્ત વાત ફોર્મર ઈન્ડિયન ઈન્ટરનેશનલ ક્રિકેટર સુરેશ રૈનાએ કહી હતી. સુરેશ રૈના અમદાવાદનો મહેમાન બન્યો હતો. એક ક્રિકેટ એકેડમીના ઉદઘાટન પ્રસંગે તેને અહીં આવેલા લોકોને ક્રિકેટ તેમજ તેના કરિયર સાથે જોડાયેલી કેટલીક વાત શેર કર હતી. તેને વધુમાં કહ્યું, ‘હું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહોંચ્યો એ પહેલા અમે ગામમાં રહીને જ પ્રેક્ટિસ કરતા હતા. આજે ઓપોર્ચ્યુનિટી વધારે છે. એટલા માટે કે આજે સારી સુવિધા, ગાયડન્સ, સપોર્ટ વગેરે મળી રહે છે. તમે ટ્રેનિંગ લેવા એકેડમી સુધી ત્યારે જ પહોંચી શકો છો જ્યારે તમને પરિવારનો સપોર્ટ હોય. ક્રિકેટ જ નહીં પરંતુ તમે તંદુરસ્ત રહેવા માટે કોઈ પણ રમત-ગમત સાથે જોડાયેલા હવો તે જરૂરી છે.’
IPLમાં રમવા એડવાન્સમાં કંઈ વિચાર્યું નથી
રૈનાએ કહ્યું હતું કે, આઈપીએલમાં રમવાને લઈને એડવાન્સમાં કંઈ કહી શકતો નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટ હું 15 વર્ષથી રમી રહ્યો હતો ક્યારે આપણને એવું લાગે જ છે કે આ એક યોગ્ય સમય છે. મને એ લાગ્યું અને મે ઈન્ટરનેશનલ ક્રિકેટથી રિટાયરમેન્ટ લીધું.
મોટેરા સ્ટેડિયમ ખૂબ સારું બનાવ્યું છે
હું ટીમ લઈને ગુજરાત રમવા માટે આવતો હતો ત્યારે હું ટીમનો કેપ્ટન હતો. અહીંથી સારા ખેલાડીઓ બહાર નીકળ્યા છે. ક્રિકેટમાં નાની એજથી ઓપોર્ચ્યુનિટી રહેલી છે. હું જરૂર પડે ત્યારે અમદાવાદના બાળકોને ક્રિકેટ શીખવવા માટે આવીશ. મોટેરા સ્ટેડિયમ ખૂબ સારું બનાવ્યું છે. આગામી સમયમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમ આ મેદાન પર રમવા જઈ રહી છે. તેમને હું શુભેચ્છા પાઠવું છું. ભારતીય ખેલાડીઓ દિવસેને દિવસે વધુ સારું પર્ફોર્મન્સ કરી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.