તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમનો દિવસ માતમમાં બદલાયો:વેલેન્ટાઇન વીકમાં પ્રેમીઓનાં મોતની છલાંગ, ગુજરાતમાં એક જ દિવસમાં ત્રણ આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી દીધી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટ, જામનગર, સુરતમાં કોઈએ વૃક્ષ પર લટકી તો કોઈએ એક જ હૂકમાં સાથે લટકી પોતાનો જીવ આપી દીધો
 • એકસાથે ત્રણ આપઘાતની ઘટનાથી પ્રેમનો દિવસ માતમમાં બદલાઈ ગયો

હાલમાં પ્રેમીપંખીડાઓનું પર્વ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે. આ અઠવાડિયું યંગસ્ટરો તેમજ પ્રેમીઓ માટે ખૂબ જ ખાસ મનાય છે. આ 7 દિવસ એકબીજા સાથે હરવા-ફરવા તેમજ મિત્રો સાથે ચિયર કરતા યુવક-યુવતીઓ નજરે ચઢે છે, ત્યારે ગુજરાતમાં આજે ત્રણ આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. એક જ દિવસમાં એક નહીં, પણ ત્રણ-ત્રણ પ્રેમીપંખીડાઓએ આપઘાત કરી લેતાં પ્રેમનો દિવસ માતમમાં બદલાઈ ગયો છે. રાજકોટ, જામનગર, સુરતની આ ઘટનામાં કોઈએ ઝાડ પર લટકી તો કોઈએ પુલ પરથી છલાંગ મારી તો કોઈએ એક જ હૂકમાં સાથે લટકી પોતાનો જીવ આપી દીધો છે.

રાજકોટમાં વૃક્ષ પર ચૂંદડીનો ફાંસો બનાવી પ્રેમીઓ લટકી ગયા
રાજકોટના પડધરીના નાની અમરેલી ગામની સીમમાં આવેલા ફાર્મહાઉસ પાસે ખુલ્લા પટમાં બાવળના ઝાડમાં એક યુવક અને યુવતીની લાશ ચૂંદડીના ફાંસામાં લટકતી હોવાની જાણ થતાં પડધરી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન યુવાન નજીકમાં જ આવેલા તબેલાની દેખરેખનું કામ સંભાળતો અને રાજકોટ ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે ભારતીનગરમાં રહેતો જયદીપભાઈ દેવાયતભાઇ ડાંગર (ઉં.વ.25) હોવાનું ખૂલ્યું હતું, જ્યારે યુવતીની ઓળખ ભારતીનગર-1માં રહેતી કાજલબેન રણછોડભાઇ સોહલા (ઉં.વ.21) હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં જયદીપ કુંવારો હતો, જ્યારે કાજલબેનના થોડા સમય પહેલાં જ લગ્ન થયા હતા. આમ, પ્રેમસંબંધમાં બંનેએ ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું હતું.

એક જ હૂક સાથે પ્રેમીપંખીડાએ ફાંસો ખાધો.
એક જ હૂક સાથે પ્રેમીપંખીડાએ ફાંસો ખાધો.

સુરત: પિતરાઈ ભાઈ-બહેન પ્રેમમાં પડ્યાં, લગ્ન ન થતાં એકસાથે લટક્યાં
સુરત શહેરના સચિન જીઆઈડીસીની શિવાંજલી સોસાયટીમાં પ્રેમીપંખીડાઓએ હૂકમાં દુપટ્ટો અને કાપડ બાંધી ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. પિતરાઈ ભાઈ-બહેન પ્રેમમાં પડ્યાં બાદ લગ્ન માટે રૂપિયા ભેગા થાય પછી લગ્ન કરાવવાની પરિવારે વાત કરતાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાનું બહાર આવ્યું છે. પિતરાઈ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ બાદ બન્નેએ આત્મહત્યા કરી ફાની દુનિયાને અલવિદા કરી દેતાં ચર્ચાનો વિષય બન્યો છે. ઇન્દર નિશાદ (મૃતક સંતરામનો ભાઈ)એ જણાવ્યું હતું કે સવારે કામ પર ગયા બાદ સાંજે સાત વાગે રૂમ પર પરત આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો. અંદર પ્રવેશ કરતાં બન્ને એક હૂક સાથે દુપટ્ટો અને કપડું બાંધી લટકતી હાલતમાં જોયા બાદ ડરને કારણે બહાર દોડી આવી ગયો હતો. ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસે પેપરવર્ક કરી બન્નેના મોબાઈલ જપ્ત કર્યા હતા. બન્ને લગભગ 4-5 મહિનાથી જ એકબીજાને ઓળખતાં હોવાનું અને પ્રેમમાં હોવાનું ઇન્દરે જણાવ્યું હતું. સચિન જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરમાં પ્રેમીઓની પુલ પરથી મોતની છલાંગ
જામનગર બાયપાસવાળા પુલ પરથી બે યુવક-યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. પોલીસ પેટ્રોલિંગમાં નીકળ્યા ત્યારે એક છોકરો-છોકરી ઘાયલ દેખાતાં તપાસ કરતાં છોકરી થોડી ભાનમાં જણાઇ હતી, જ્યારે છોકરો ગંભીર ઇજા થવાથી બેભાન થઇ ગયો હતો. જેથી 108ને જાણ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. ભાનમાં રહેલી છોકરીએ પોતાનું અને છોકરાનું નામ-એડ્રેસ પણ જણાવ્યાં હતાં. બંનેએ પુલ પરથી છલાંગ લગાવ્યાનું ખૂલતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે સગીર અને સગીરા બંને એક જ જ્ઞાતિનાં છે અને બંને વચ્ચે પ્રેમ હોઇ લગ્ન કરવા ઇચ્છતાં હતાં, પરંતુ હાલમાં ઉંમર નાની હોઈ પરિવારજનોએ થોડાં વર્ષ રાહ જોવાનું કહેતાં બંનેને માઠું લાગ્યું હતું અને રાતે ઘરેથી બાઇક પર નીકળી ગયાં હતાં અને બેડીના પુલ પરથી પડતું મૂકી દીધું હતું. હાલ બંને સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો