તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LIVE રેસ્ક્યૂ-ઓપરેશન:અમદાવાદના દરિયાપુરમાં મકાન ધરાશાયી, ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરી દટાયેલા ત્રણ લોકોને બહાર કાઢ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી

અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી લખોટાની પોળની બહાર આજે વહેલી સવારે મકાનનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધૂ દટાયાં હતાં. ફાયરબ્રિગેડની ટીમે તમામ લોકોને ઝડપથી રેસ્ક્યૂ કરી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. દિવ્ય ભાસ્કરની ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

બે ભાઈઓ બહાર હોવાથી બચી ગયા હતા
દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળ પાસે રોડ પર આ મકાન આવેલું છે. મકાનમાં ત્રણ ભાઈનો પરિવાર તેમના પિતા સાથે મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરતો હતો. એક ભાઈ ત્યાં જ રહેતો હતો, બાકીના બે ભાઈનો પરિવાર અન્ય જગ્યાએ રહેતો હતો. જો રાતે તમામ પરિવારના સભ્યો હાજર હોત અને મકાનનો ભાગ પડ્યો હોત તો વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોત. જોકે સદનસીબે તેઓ બચી ગયા હતા.

ઇજાગ્રસ્તોનાં નામ

* ઈરફાન પીરભાઈ શેખ (39 વર્ષ)

* રેશમાં ઈરફાન શેખ (28 વર્ષ)

* પીરભાઈ રમજુભાઈ શેખ (70 વર્ષ )

દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

ત્રણ ભાઈઓ મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરતા હતા
મકાન ધરાશાયી થયું એમાં ઇજાગ્રસ્ત પરિવારના સભ્ય અમરીનબાનું શેખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મકાનમાં ઇરફાનભાઈ શેખ અને સસરા પીરભાઈ શેખ રહેતા હતા. ત્રણ ભાઈઓ મકાનમાં સ્ટીમ પ્રેસનો વ્યવસાય કરે છે. દરરોજ સવારે અમે પરિવાર સાથે અહીં મકાન પર કામ માટે આવીએ છીએ. આજે સવારે અમે ઘરે હાજર હતા. ત્યારે અમને જાણવા મળ્યું જ કે મકાન પડ્યું છે, જેથી પરિવાર સાથે અમે તાત્કાલિક અહીં પહોંચી ગયા હતા. ઇરફાનભાઈ, રેશ્માબેન અને પીરભાઈ ત્રણેયને ઇજા થતાં હાલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયાં છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા મકાનની બહાર ભયજનક મકાન હોવાની જાહેર નોટિસ લગાવીને ગયા છે.

મકાનમાં પિતા પુત્ર અને પુત્રવધૂ રહેતાં હતાં.
મકાનમાં પિતા પુત્ર અને પુત્રવધૂ રહેતાં હતાં.

મકાનની વચ્ચેનો ભાગ નબળો પડી ગયો હતો
દરિયાપુર લખોટાની પોળની આસપાસનાં મકાનોમાં આ મકાન વર્ષો જૂનું હોવાનું જાણવા મળ્યું હતું. મકાન એક માળનું છે, જેમાં બહારની ભાગમાં આવેલી ગેલરી અને ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો. ઉપરના ભાગે તિરાડો પડી ગઈ છે. ધાબા પર પણ લીકેજ હોવાથી વરસાદમાં પાણી ન પડે એના માટે પ્લાસ્ટિક ઢાંકવામાં આવ્યું હતું. મકાનની વચ્ચેનો ભાગ નબળો પડી ગયો હતો. બાજુમાં આવેલાં મકાનો પણ ભયજનક હોવાનાં જણાયાં હતાં. બાજુમાં આવેલું એક મકાન લોખંડના પાર્ટિશન પર એક ભાગ પર ઊભું કરવામાં આવેલું જણાયું હતું.

આ બે માળના મકાનમાં માલિક અને ભાડૂઆત રહેતા હતા.
આ બે માળના મકાનમાં માલિક અને ભાડૂઆત રહેતા હતા.

ચા બનાવવા ગેસ ચાલુ કર્યો ને બ્લાસ્ટ
બે મહિના પહેલાં શહેરના રાણીપ વિસ્તારમાં શાકમાર્કેટ પાસે આવેલી નેમિનાથ સોસાયટીમાં વહેલી સવારે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી અને બ્લાસ્ટ થયો હતો. આગ અને બ્લાસ્ટને કારણે બે માળનું મકાન ધરાશાયી થયું હતું, જેમાં બે મહિલાનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકોને ઈજાઓ થતાં ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની 10 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ કામગીરી કરી હતી. ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, બે માળના મકાનમાં ગેસનો બાટલો આખી રાત લીકેજ થયો હોય અને સવારે ચા બનાવવા અથવા અન્ય કોઈ કારણોસર ગેસ ચાલુ કરતાં આગ લાગી અને બ્લાસ્ટ થયો હોય શકે, જોકે હજી સુધી ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બે માળના મકાનમાં માલિક અને ભાડૂઆત રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...