નેતાઓની સભા:એક દિવસમાં ત્રણે પાર્ટીએ 125 સભા યોજી, ભાજપે 20 મંત્રી, CM અને સાંસદોને ઉતાર્યા

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 93 બેઠક પર અમિત શાહ, નડ્ડા સહિતના ભાજપના મંત્રી, નેતાઓની સભા
  • ભાજપે શહેરોમાં, કોંગ્રેસે ગ્રામીણમાંં, આપે દક્ષિણ ગુજરાતમાં જોર વધાર્યું

રાજ્યમાં પહેલા તબક્કાના મતદાન આડે હવે માત્ર 8 દિવસ બચ્યા છે. 1 ડિસેમ્બરે પહેલા તબક્કાની 89 બેઠકો પર વોટિંગ થશે. આ સ્થિતિમાં રાજકીય પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. માત્ર સોમવારે જ રાજ્યભરમાં ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓએ 125થી વધુ સભાઓ અને રોડ શો કર્યા હતા. ભાજપ નેતાઓએ મંગળવારે93 બેઠકો પર રેલીઓ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખંભાત, થરાદ, ડીસા અને અમદાવાદમાં રેલીઓ કરી હતી. જ્યારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ શહેરા, ચાણસ્મા, સિદ્ધપુર અને અમદાવાદના વિરાટનગરમાં સભાને સંબોધી હતી. જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બાયડ, પ્રાંતીજ અને અમદાવાદના મણિનગરમાં સભા કરી હતી.

આ ઉપરાંત આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ સરમા, હિમાચલના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, ભોજપુરી સ્ટાર અને ભાજપ સાંસદ મનોજ તિવારી, રવિ કિશન સહિત બે ડઝનથી વધુ નેતાઓએ રેલીઓ કરી હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ડાંગ, નવસારી અને ઉધનામાં રોડ શૉ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે સુરતમાં વરાછા સહિતના સ્થળે રોડ શૉ કર્યો હતો. આ સિવાય પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાએ પણ રોડ શૉ કરીને જનસભાઓ સંબોધી હતી. ચૂંટણી પ્રચાર માટે દરેક પક્ષો પોતાની રણનીતિ મુજબ આગળ વધી રહ્યા છે. ભાજપે શહેરી વિસ્તારોમાં જોર વધાર્યું છે તો કોંગ્રેસ આદિવાસી વિસ્તારમાં નાની-નાની સભાઓ કરી રહી છે. કોંગ્રેસે શહેરી વિસ્તાર લગભગ છોડી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...