તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાશ:કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગના ત્રણ ઝડપાયા, 11 ગુનાનો ભેદ ઉકેલ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પોલીસે દાણીલીમડાની કોઝી હોટેલની ગલીમાં વોચ ગોઠવી ત્રણેયને પકડ્યા

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ઈકો કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી કારમાંથી માત્ર સાઇલેન્સરની જ ચોરીના 11થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

શહેરમાં કારના સાઈલેન્સરોની ચોરીની ઘટના વધી હોવાથી પી.આઈ. એ.વાય બલોચ અને ટીમે ખાનગી બાતમીના આધારે દાણીલીમડાની કોઝી હોટેલની ગલીમાં વોચ ગોઠવીને કારના સાઈલેન્સરની ચોરી કરનાર મૂળ ઉત્તરપ્રદેશ રામપુરના શાબિર ઉર્ફે લલ્લા રિયાઝખાન ચૌહાણ, દાણીલીમડાના દાનીસ ખાન હનીફખાન પઠાણ અને ગીબપુરા, સાણંદના સરફરાજ અબ્દુલસત્તાર શેખને ઝડપી લીધા હતા. તેમણે 11થી વધુ વિસ્તારોમાં ઈકો કારના સાઇલેન્સરની ચોરી કરી હતી. આ ગેંગ ચોરીના સાઇલેન્સર મુંબઈ અને દિલ્હીના માર્કેટમાં રૂ.25થી 30 હજાર સુધીની કિંમતે વેચી દેતા હતા.

કાર ભાડે લેવાનું કહીને ચોરી કરતા હતા
આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ અમદાવાદ શહેરના મુખ્ય રસ્તા ઉપર ઊભી રહેતી ઇકો કાર ભાડે કરીને ફેમિલીને લઈ જવાના બહાને દાનિશ ખાન પઠાણના ઘરે લઈ જતા હતા. જ્યાં તેઓ ડ્રાઈવરને ચા-નાસ્તો કરવાના બહાને બહાર લઈ જઈ ઇકો કારનું સાઇલેન્સર ખોલી તેમાંથી પેલેડિયમની માટી ચોરી કરીને સાઇલેન્સર પાછું ફિટ કરી દેતા હતા અને બહાર જવાનું કેન્સલ થયું છે તેમ કહીને ડ્રાઈવરને થોડા ઘણા રૂપિયા આપીને પરત મોકલી દેતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો