તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેસેન્જરને હાલાકી:અમદાવાદ એરપોર્ટ પર જાન્યુઆરીમાં ચાલુ કરેલી ચારમાંથી ત્રણ ઈ-કાર સેવા બંધ કરાઈ; ટર્મિનલ-1થી 2 વચ્ચે 2 કિલોમીટરનું અંતર

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર

અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ટી-1 અને ઈન્ટરનેશનલ ટર્મિનલ ટી-2 વચ્ચે કનેક્ટિંગ ફ્લાઈટ પકડવા માટે પેસેન્જરોને લગભગ 2 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. ત્યારે પેસેન્જરોની સુવિધા માટે ફ્રી સર્વિસ આપતા એરપોર્ટ સંચાલન કરતી કંપની દ્વારા થોડા સમય પહેલા ઇલેક્ટ્રિક કારની સુવિધા શરૂ કરી હતી. જેમાં કંપની દ્વારા દિવસ દરમિયાન ચાર ઈલેક્ટ્રિક કાર અને રાતના સમયે ત્રણ ઈલેક્ટ્રિક કાર મુકવામાં આવી હતી.

હાલ ટેક્નિકલ કારણોસર ઈલેક્ટ્રિક કારની સુવિધા બંધ કરી દેવાઈ છે. હાલમાં દિવસ દરમિયાન ફક્ત એક જ કાર સંચાલિત થઈ રહી છે જ્યારે રાતે ફ્લાઈટો વધુ હોવા છતાં એક પણ કાર ઓપરેટ થતી નથી. જેના કારણે પેસેન્જરોને નાછૂટકે રૂ.350થી 400 ભાડું ખર્ચી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ વચ્ચે અવર જવર કરવી પડી રહી છે.

ટ્રાવેલેટર પણ બંધ
એરપોર્ટના બન્ને ટર્મિનલ વચ્ચે અંતર વધુ હોવાથી પેસેન્જરોને વધુ લાંબુ ચાલવું ન પડે અને તેઓ કોઈ પણ ખર્ચ કર્યા વગર ગણતરીની મિનિટોમાં જ બન્ને અતંર કાપી લે તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા બન્ને ટર્મિનલ વચ્ચે અંડરગ્રાઉન્ડ ટ્રાવેલેટર લગાવવામાં આવ્યું હતું. જેની ઉપર ઉભા રહી પેસેન્જરો 4થી 5 મિનિટમાં લગેજ સાથે એક ટર્મિનલથી બીજા ટર્મિનલ સુધી પહોંચી જતા હતા. જો કે હાલમાં એરપોર્ટ સંચાલક કંપની દ્વારા ટ્રાવેલટરની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો