ત્રણેય યુવાનના મોત:કેનાલમાં નહાવા પડેલા નરોડાના ત્રણ મિત્રોના ડૂબી જવાથી મોત. એક જ એપાર્ટમેન્ટમાં રહેતા મિત્રો વહેલાલ ગયા હતા

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​રાહદારીએ એક મૃતદેહ જોઈને ફાયરબ્રિગડને જાણ કરી

નરોડામાં એક જ એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ મિત્રો સોમવારે વહેલાલ ખારી નદી પાસેની કેનાલમાં નહાવા ગયા હતા. જ્યાં ડૂબી જવાથી ત્રણેય યુવાનના મોત નીપજ્યા હતા. નરોડાના આવકાર એપાર્ટમેન્ટમાં રહેતો ઉમંગ આચાર્ય, રિદ્ધિક દંતાણી, ધાર્મિક રારવાની સોમવારે કારમાં દસ્ક્રોઈ તાલુકાના વહેલાલ ખાતેની કેનાલમાં નહાવા ગયા હતા.

કારના દરવાજા ખુલ્લા રાખીને યુવાનો નહાવા ગયા હોવાથી ત્યાંથી પસાર થતાં એક રાહદારી કાર જોઈને ઊભા રહ્યા હતા. તેમણે કેનાલ પર જઈને જોયું તો એક મૃતદેહ તરતો હતો. જેથી આ અંગે પોલીસ તેમજ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે તપાસ કરીને ત્રણેય મિત્રોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.

કારના નંબરના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો. જ્યારે પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂરી કર્યા બાદ પોલીસે ત્રણેયના મૃતદેહ પરિવારને સોંપી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...