પોલીસે અત્યાર સુધીમા 50 શખ્સોને દબોચ્યા:ડમીકાંડમાં વધુ ત્રણ ઝડપાયા, હજુ 12 ફરાર

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ડમીકાંડમાં સંડોવાયેલ અત્યાર સુધી 50 શખ્સો પોલીસને હાથ લાગ્યા છે જે પૈકી વધુ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતાં. જેમા બે અસલ ઉમેદવાર તેમજ એક ડમી ઉમેદવારનો સમાવેશ થાય છે, જ્યારે ઝડપાયેલા 50 પૈકી 2 પણ પોલીસે દબોચી લીધા છે.

પોલીસે અત્યાર સુધીમા કુલ 50 શખ્સોને દબોચ્યા
જયદીપ ભદ્રેશ ધાંધાલ્યા (રહે. કામીનિયા નગર, ભાવનગર), ઋષિત અરવિંદભાઇ બારૈયા (રહે. પીપરલા, તળાજા) તેમજ એક કિશોરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય ડમીકાંડમાં કુલ 36 શખ્સો પૈકી દોઢેક મહિનામાં પોલીસે 24 શખ્સોની અટકાયત કરાઇ છે જેમાંથી ઝડપાયેલા શખ્સોની કબૂલાત પ્રમાણે 26ને દબોચ્યા હતા. આમ, પોલીસે અત્યાર સુધીમા કુલ 50 શખ્સોને દબોચ્યા છે ત્યારે હાલ 47 આરોપી જેલની હવા ખાઈ રહ્યાં છે.