કાર્યવાહી:ડમ્પર અને ટ્રકની ચોરી કરતી મેવાતી ગેંગના ત્રણ ઝડપાયા, ગુજરાતમાંથી વાહન ચોરી હરિયાણામાં વેચી દેતા હતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેવાતી ગેંગના પકડાયેલા આરોપી - Divya Bhaskar
મેવાતી ગેંગના પકડાયેલા આરોપી
  • આરોપીઓ પાસેથી ચોરીની બે કાર, એક ડમ્પર કબજે કરાયું

ગુજરાતના શહેરોમાંથી ડમ્પર અને ટ્રકની ચોરી કરતી મેવાતી ગેંગના ત્રણ સભ્યોની ક્રાઈમ બ્રાંચની ટીમે પીપળજ રોડ પાસેથી ધરપકડ કરી કરી પાંચ ચોરીના ભેદ ઉકેલાયા હતા. સાથે જ આ ગેંગમાં બીજા કેટલાક લોકો સામેલ છે તે અંગે ક્રાઈમ બ્રાંચની ટીમે પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીને આધારે ટીમે વોચ ગોઠવી પીપળજ રોડ પરથી મેવાતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા હતા. બાદમાં તેમની પૂછપરછ કરતા તેઓ તેમના નામ સલીમખાન મેઉ (ઉ.26 રહે. ગામ બાવલા હરિયાણા), જાહીદ હુસેન મેઉ ( ઉ.વ22 રહે. નવી ફતેવાહી, જુહાપુરા) અને અબ્બુલ હક્કાની સિપાઈ( ઉ.25 રહે. પાટણ મૂળ રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું.

આરોપીઓ પાસેથી પોલીસે ચોરી કરેલંુ એક ડમ્પર, બે કાર મળી કુલ રૂ.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન તેમણે વટવા જીઆઈડીસી, સાબરમતી, પાલનપુર, કડી અને દિલ્લી રાનીબાગ વિસ્તારમાંથી ડમ્પરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પૂછપરછ દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે તેઓ જુદા જુદા શહેરમાં ખુલ્લી જગ્યામાં પડેલ હોય તેવા ડમ્પર,ડ્ર્કની ચોરી કરતા હતા અને ત્યાર બાદ હરિયાણામાં આરોપી પહેલાથી જ નક્કી કરી રાખેલા સલીમખાનના ગામ બાવલાના ખાલીદખાન મેઉ નામના માણસને આ વાહનો ઓછી કિંમતે વેચી દેતા હતા. મેવાતી ગેંગના આરોપી પૈકી સલીમખાન આસમહમંદ મેઉ હરિયાણાના તાઉડુ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...