તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Three layer Security Will Now Be Arranged On The Riverfront For Women In Ahmedabad; Women Police Will Patrol In Two Speed Boats, 15 Scooters, 2 Golf Carts

મહિલા દિવસ વિશેષ:અમદાવાદમાં મહિલાઓ માટે રિવરફ્રન્ટ પર હવે થ્રી-લેયર સુરક્ષા ગોઠવાશે; બે સ્પીડ બોટ, 15 સ્કૂટર, 2 ગોલ્ફ કાર્ટમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ કરશે

અમદાવાદ7 મહિનો પહેલાલેખક: મિતેશ બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક
દર સવા કિલોમીટરના અંતરે 1 પોલીસ ચોકી, બંને છેડે મળી કુલ 20 ચોકી બનાવવામાં આવશે. - Divya Bhaskar
દર સવા કિલોમીટરના અંતરે 1 પોલીસ ચોકી, બંને છેડે મળી કુલ 20 ચોકી બનાવવામાં આવશે.

કોઈ આઈશા સાબરમતીમાં પડતું મૂકીને આપઘાત ન કરે તે માટે રાજ્ય સરકાર અને પોલીસે રિવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષાની યોજના ઘડી છે. નદીમાં પડતું મુકતી કોઈ પણ વ્યક્તિને બચાવવા માટે સ્પીડબોટ, રિવર ફ્રન્ટના વોક વે પર 15 સ્કૂટર અને 2 ગોલ્ફ કાર્ટથી મહિલા પોલીસ 24 કલાક પેટ્રોલિંગ કરશે. 13 કિમીના રિવરફ્રન્ટ પર બંને બાજુ દર સવા કિમીના અંતરે 1 પોલીસ ચોકી રહેશે. છેલ્લા 2 વર્ષમાં નદીમાં 31 મહિલાએ પડતું મૂક્યું છે. તેમજ રિવરફ્રન્ટ પર યુવતી-મહિલાઓની છેડતીના બનાવો વધતા રાજ્ય સરકારે રિવરફ્રન્ટ પર થ્રી લેયર સુરક્ષાના ભાગરૂપે 13 કિમી લાંબા નદીપટમાં બંને બાજુ મળી 20 ચોકી બનાવશે.

13 કિ.મી.ના રિવર ફ્રન્ટ પર ફેસ સ્કેનિંગવાળા 250 સીસીટીવી લગાવાશે
સાબરમતી રિવરફ્રન્ટ 13 કિ.મી. લાંબો હોઇ, બંને બાજુ 250 કરતાં વધુ સીસીટીવી કેમેરા લગાવાશે. આ કેમેરા ફેસ સ્કેનિંગવાળા હશે. તમામ કેમેરાનું મોનિટરિંગ રિવરફ્રન્ટ પરની જ પોલીસ ચોકીમાંથી થશે. જેના આધારે કોઇ વ્યક્તિનો ફોટો કંટ્રોલ રૂમની મોનિટરિંગ સિસ્ટમમાં નખાશે તો તે રિવરફ્રન્ટ ઉપર આવ્યો હશે તો તેનું લોકેશન કેમેરા શોધી કાઢશે.

નવા પ્રોજેકટ અનુસાર વધુ 2 સ્પીડ બોટ પોલીસને આપવામાં આવશે
નવા પ્રોજેકટ અનુસાર વધુ 2 સ્પીડ બોટ પોલીસને આપવામાં આવશે

2 સ્પીડ બોટમાં તરવૈયા સાથે પોલીસ કર્મચારી તહેનાત રહેશે
હાલમાં રિવરફ્રન્ટ ઉપર 1 સ્પીડ બોટ છે. જેની મદદથી નદીમાં ડુબી રહેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. જો કે નવા પ્રોજેકટ અનુસાર વધુ 2 સ્પીડ બોટ પોલીસને આપવામાં આવશે. જેમાં ડુબતા વ્યક્તિને બચાવવા માટે તરવૈયાઓની સાથે પોલીસ કર્મચારીઓ પણ તહેનાત રહેશે.

મહિલા પોલીસ સાથે 2 ખાસ સાઈબર પોલીસ સ્ટેશન બનશે
હાલમાં અમદાવાદમાં 1 સાઈબર પોલીસ સ્ટેશન છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા થતી મહિલાઓની છેડતીની ઘટનાઓમાં મહિલા પોલીસ દ્વારા તપાસ થઇ શકે તે માટે 2 નવા સાઈબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. મહિલાઓને લગતા સાઈબરના ગુનાની ફરિયાદ નોંધવાનું અને ગુના શોધવાનું કામ ફકત મહિલા પોલીસ જ કરશે.

મહિલા કયા વાહનમાં ક્યાં મુસાફરી કરી રહી છે તે પણ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા -બેઠા જાણી શકશે
મહિલા કયા વાહનમાં ક્યાં મુસાફરી કરી રહી છે તે પણ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા -બેઠા જાણી શકશે

તમામ ટેક્સી-રિક્ષા પર કયુઆર કોડ લગાવાશે
અમદાવાદની તમામ ટેક્સી - કેબ તેમજ રિક્ષાઓ ઉપર પોલીસ કયુઆર કોડ મૂકશે અને રેકોર્ડ પોલીસ કંટ્રોલ રૂમ પાસે રહેશે. આ સાથે શહેર પોલીસ એક વેબ સાઈટ લોન્ચ કરશે. જે મહિલાએ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવાની રહેશે. જ્યારે મહિલા પેસેન્જર ટેક્સી, કેબ, રિક્ષામાં બેસે તે પહેલાં મોબાઈલ ફોનમાં કયુઆર કોડ સ્કેન કરશે તો તે મહિલા કયા વાહનમાં ક્યાં મુસાફરી કરી રહી છે તે પણ પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠા -બેઠા જાણી શકશે.

અન્ય સમાચારો પણ છે...