સુનાવણી:24.23 લાખના ચેક રિટર્ન કેસમાં ત્રણને 1 વર્ષની જેલ, નારોલની કંપની સાથે છેતરપિંડી કરી હતી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 મહિનામાં ચેકની રકમ ચૂકવવા આદેશ

નારોલની કંંપની પાસેથી કલર, કેમિકલ્સની ખરીદી પેટે આપેલો રૂ. 24.23 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં એડિ. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર. એચ. સોઢા પરમારે આરોપી નારાયણ ચાવડા, રતનબેન ચાવડા અને હેગ્રીવ ચાવડાને દોષિત ઠરાવી 1 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે આરોપીઓને 2 મહિનામાં ચેકની રકમ ફરિયાદીને ચૂકવી આપવા અને જો ચેકની રકમ ના ચૂકવે તો વધુ 2 માસની સજાનો પણ નિર્દેશ કર્યો છે.

નારોલમાં નિરૂપમા એન્ટરપ્રાઇઝ નામની કંપની સુરેશ ઠક્કર ચલાવે છે અને કલર, કેમિકલ્સ અને વેસ્ટ ફાયરવૂડનો ધંધો કરે છે. તેમની કંપનીમાંથી એચ.વી.સિન્થેટિક પ્રા.લિ. નામની કંપનીના ડિરેક્ટર નારાયણ ચાવડા, રતન ચાવડા અને હેગ્રીવ ચાવડા છે. આ ત્રણેયે સુરેશભાઈની નિરૂપમા એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી 1 જાન્યુઆરી 2016થી 31 જાન્યુઆરી 2016 સુધીમાં રૂ.24.23 લાખનો માલ ખરીદ્યો હતો, જે પેટે તેમણે સુરેશભાઈને 1 સપ્ટેમ્બર, 2016ના રોજ રૂ.24.23 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક તેમણે બેંકમાં ભર્યો હતો, પરંતુ તે પરત આવ્યો હતો.

આ અંગે ફરિયાદી સુરેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં પુરાવાના આધારે કોર્ટે ત્રણેયને દોષિત ઠરાવી 1 વર્ષની સજા ફટકારવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...