• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Three Days After The Notification Of The Union Home Minister. As Many As 53 Employees On Old Contracts May Be Recalled, Says Commissioner's Committee Meeting

બોપલ સફાઈ મુદ્દે બેઠક:કેન્દ્રીય ગૃહમંત્રીની સૂચના બાદ ત્રણ ડે. કમિશનરની કમિટિની મીટીંગ મળી, જુના કોન્ટ્રાક્ટ પર રહેલા 53 જેટલા કર્મચારીઓને પરત લેવાઈ શકે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓની બોપલ અને ઘુમા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી સફાઈ મામલે ધ્યાનના આપવામાં આવતા ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ઉપવાસ પર ઉતરવાની ચીમકી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ત્રણ દિવસમાં સુખદ નિરાકરણ લાવવા માટેની સૂચના આપવામાં આવ્યા બાદ આજે કમિશનર દ્વારા ત્રણ અધિકારીઓની જે કમિટી બનાવવામાં આવી હતી તેઓની મિટિંગ મળી હતી. સભવતઃ જુના કોન્ટ્રાક્ટ પરના 53 કર્મચારીઓને પરત લેવાઈ શકે છે

બોપલ ઘુમા નગરપાલિકા જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે નગરપાલિકા દ્વારા કોર્પોરેશનને 132માંથી માત્ર 53 જેટલા સફાઈ કર્મચારીઓનું લિસ્ટ આપવામાં આવ્યું હતું. જે 53 કર્મચારીઓને આગામી દિવસોમાં રોજિંદા કર્મચારીઓ તરીકે કોર્પોરેશનમાં સમાવવામાં આવશે અને રોજિંદા સમયગાળા એટલે કે પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ તેને કાયમી કરવા કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી આર ખરસાણ, આઈ કે પટેલ અને આરજવ શાહની મિટિંગ મળી હતી. જેમાં બોપલ અને ઘુમા વિસ્તારમાં રોડ અને રસ્તા પર સફાઈનો ઉપસ્થિત થયો છે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર નગરપાલિકામાં જૂના કોન્ટ્રાક્ટ પર રહેલા કર્મચારીઓને પરત લેવા કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે અથવા નવા ટેન્ડર બહાર પાડી અને અન્ય કોન્ટ્રાક્ટરને સફાઈનો કોન્ટ્રાક્ટ આપી કામગીરી કરાવવામાં આવી શકે છે. જો મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ત્યાં સફાઈ કર્મચારી મૂકવામાં આવે અથવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે ત્યારે સફાઈ કર્મચારીઓને કોઈપણ વ્યક્તિ કે અન્ય સફાઈ કર્મચારી દ્વારા હેરાનગતિ કરવામાં આવશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...