તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમદા કાર્ય:અમદાવાદમાં ચાર સંતાનોએ કોરોનાથી અવસાન થયેલ પિતાની યાદમાં કિડની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનું દાન કર્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચાર સંતાનોએ પિતાની યાદમાં દાન કરવાનો નિર્ણય લીધો - Divya Bhaskar
ચાર સંતાનોએ પિતાની યાદમાં દાન કરવાનો નિર્ણય લીધો
  • અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં 22 વર્ષથી ફરજ પર રહેલા નર્સ જીગીશાબેને પિતાની સ્મૃતિમાં સમાજ ઉપયોગી કાર્ય કર્યું.

અમદાવાદમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દર્દીઓને સારવાર માટે ભારે હાલાંકી સહન કરવાનો વારો આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી. પરંતુ હવે કોરોનાની બીજી લહેર ઝડપથી કંટ્રોલમાં આવી ગઈ છે. ત્યારે કોવિડમાં અવસાન પામેલા પિતાની યાદમાં ચાર સંતાનોએ શહેરની કિડની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનું દાન કર્યું છે.

ત્રણ દિકરી અને એક દિકરાએ દાન કરવાનો નિર્ણય લીધો
કોરોનાને કારણે અવસાન પામેલા પિતા રણછોડભાઇ સોલંકીની સ્મૃતિમાં ત્રણ દીકરી અને એક દીકરાએ ભેગા થઇ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને મદદરૂપ થવા આ ઉમદા કાર્ય હાથ ધર્યુ હતુ. સ્વર્ગસ્થ રણછોડભાઈ સોલંકીની દીકરી જીગીશા અમીને પોતાના પિતાની સ્મૃતિઓને વાગોળતા જણાવ્યું કે, “મારા પિતા અનેક લોકો માટે પ્રેરણાદાયક હતા.તેઓએ જીવનપર્યત લોકકલ્યાણના જ કાર્યો કર્યા હતા. પિતાને ગુમાવ્યા બાદ તેમના ઉમદા કાર્યોની સુવાસ પ્રસરતી રહે તેવા આશયથી કિડની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દાન કરવાનો નિર્ણય કર્યો છે.

પિતાની યાદમાં એમ્બ્યુલન્સનું દાન
પિતાની યાદમાં એમ્બ્યુલન્સનું દાન

એક દિકરી કિડની હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે
રણછોડભાઇના ચારેય સંતાનોએ અને ખાસ કરીને કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ છેલ્લા 22 વર્ષથી નર્સ તરીકે ફરજરત જીગીશાબેન અમીને તેમની જમાપૂંજી એકઠી કરીને એમ્બ્યુલન્સ ખરીદી હતી. આ એમ્બ્યુલન્સ કિડની હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓને લાવવા લઇ જવા માટે મદદરૂપ થાય અને દર્દીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુથી દાન કરવાનો નિર્ણય લીધો હતો.સારી સ્થિતિમાં અન્યોની મદદ કરવાની પ્રવૃતિ રણછોડભાઈના બાળકોને પણ વારસામાં મળી છે. મૃતક રણછોડભાઈએ પોતાની સેવાનિવૃત્તિ પહેલા સંકુલની અંદર આવેલી યૂનિયન બેંક ઑફ ઈન્ડિયાની આઈકેડીઆરસી શાખામાં મેનેજર તરીકે પણ સેવા આપી હતી.

કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ છેલ્લા 22 વર્ષથી નર્સ તરીકે ફરજરત જીગીશાબેન અમીન
કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ છેલ્લા 22 વર્ષથી નર્સ તરીકે ફરજરત જીગીશાબેન અમીન

દર્દીઓ માટે આ દાન મદદરૂપ સાબિત થશે
“મૃતકના પરિવરજનો તરફથી આ એક સુવિચારિત દાન છે. અમારા એમ્બ્યુલન્સની ક્ષમતામાં એક કોમ્પેક્ટ કદની એમ્બ્યુલન્સને જોડવાથી દર્દીઓને હોસ્પિટલમાં લાવવા અને બીજી તરફ શહેરની સાંકડી ગલીઓ અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો સુધી પહોંચવામાં મદદ મળશે.”તેમ આઈકેડીઆરસી-આઇટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું. એક વધારાની એમ્બ્યુલન્સ સંસ્થાને વ્યસ્તતા ધરાવતા દિવસોમાં ગરીબ દર્દીઓ માટે સેવાઓની કામગીરીમાં પ્રાથમિકતા આપવામાં પણ મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...