તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળા બજાર:અમદાવાદના સરખેજમાં 39 ઓક્સિજન સિલિન્ડર સાથે 3 ઝડપાયા, 15થી 25 હજારમાં વેચતા હતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ઝડપેલા 39 ઓક્સિજન સિલિન્ડર - Divya Bhaskar
પોલીસે ઝડપેલા 39 ઓક્સિજન સિલિન્ડર
  • ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને કાળા બજારીઓને પકડવાના પ્રયાસો શરૂ કર્યાં
  • સરખેજ-સાણંદ રોડ પર આવેલા ગુજરાત સેફ્ટી ગોડાઉનમાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો
  • ભરૂચની ગુજરાત ફાયર સિસ્ટમ નામની કંપનીમાંથી મગાવી ગોડાઉનમાં રાખ્યાં હતાં

હાલમાં કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને ભારે હાલાંકી ભોગવવી પડી છે. રેમડેસિવિર ઈન્જેક્શન હોય કે ઓક્સિજનની બોટલ હોય તક સાધુઓ તમામ જગ્યાએ કાળા બજાર કરતાં ઝડપાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં ઓક્સિજનનું બ્લેક માર્કેટિંગ કરતાં ત્રણ શખ્સોને 39 બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે. આ ત્રણેય જણાં જરૂરિયાતમંદો પાસેથી 15થી લઈને 25 હજાર સુધીની રકમ વસૂલતા હતાં. હવે ક્રાઈમ બ્રાંચે આવા તક સાધુઓને પકડવાના પ્રયાસો શરુ કર્યાં છે.

તોફીક શેખ અને મોહમ્મદ કસરત શેખની પોલીસે ધરપકડ કરી હતી
તોફીક શેખ અને મોહમ્મદ કસરત શેખની પોલીસે ધરપકડ કરી હતી

પોલીસે બાતમીને આધારે રેડ પાડી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના સરખેજ વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કેટલાક તક સાધુઓ હાલની પરિસ્થિતિમાં લોકોની મજબૂરીનો લાભ લેવા માટે ઉંચા ભાવે ઓક્સિજનની બોટલ વેચતા હોવાની ક્રાઈમ બ્રાંચના PI એ.વાય.બલોચને મળી હતી. જેના આધારે તેમની ટીમે રેડ કરીને ગોડાઉનમાંથી 39 ઓક્સિજન સિલિન્ડર જે મેડિકલ ઉપયોગમાં લેવામાં આવે છે તે મળી આવ્યાં હતાં. આ સિલિન્ડર સાથે ઝડપાયેલા ત્રણ શખ્સોની પોલીસે પુછપરછ કરતાં તેનું વેચાણ કાળા બજારમાં થતું હોવાનું જણાવ્યું હતું.

આરોપી ઉર્વેશ મેમણ
આરોપી ઉર્વેશ મેમણ

39 સિલિન્ડર સાથે ત્રણની ધરપકડ
મજબૂર લોકોને ઉંચા ભાવે ઓક્સિજન વેચતા ઉર્વેશ મેમણ, તોફીક શેખ અને મોહમ્મદ કસરત શેખની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સો ભેગા મળીને ઓક્સિજન સિલિન્ડર બજાર કિંમત કરતા ઊંચા ભાવે વેચતા હોવાનું સામે આવ્યું હતું. હાલ તમામ આરોપીઓની ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ આરોપી સરખેજ પાસે આવેલા ગુજરાત સેફ્ટી નામના ગોડાઉનમા કામ કરતા હતા.

200થી વધુ ઓક્સિજન સિલિન્ડર વેચ્યા
પરંતુ તે ગોડાઉનના માલિક દ્વારા કોરોના સમયમાં ઓક્સિજનની અછત સર્જાતા તેનું વેચાણ શરુ કરવાની સુચના આપી હતી. અને આશરે 250 જેટલા સિલિન્ડર આપ્યા હતા. ફરાર માલિક પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચે ગોડાઉનમાં કામ કરતા અને ઓક્સિજનનુ વેચાણ કરતા આરોપીની પુછપરછ હાથ ધરી ત્યારે સામે આવ્યુ કે, 25 એપ્રિલથી આ ઓક્સિજનનુ વેચાણ થઈ રહ્યુ હોવાનુ સામે આવ્યુ છે. ઝડપાયેલા આરોપીએ 200 કરતા વધુ ઓક્સિજન સિલિન્ડર રાજ્યભરમાં વેચ્યા છે.

ઘોડાસરની સાર્થક હોસ્પિટલના 3 કર્મચારી સહિત 4 આરોપીઓને 3 દિવસના રિમાન્ડ
ઘોડાસરની સાર્થક હોસ્પિટલના ત્રણ કર્મચારી સહિત ચારને મેટ્રો કોર્ટના એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી. એચ. ધાસુરાએ 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. સરકારી વકીલ અમર પરમારે રજૂઆત કરી હતી કે, હોસ્પિટલની નર્સ કુસુમ શ્રીવાસ્તવ, આશિષ ક્રિશ્ચિયન અને સુપરવાઇઝર ભરત બુચ કોરોનાના દર્દીઓનાં ઇન્જેક્શન સ્કીપ કરી કાળાં બજારમાં વેચતાં હતાં. આ ત્રણેય જણ ઇન્જેક્શનો ગૌતમ મેડિકલ સ્ટોર્સમાં નોકરી કરતા ફયાઝ સીડાને રૂ.12 હજારમાં વેચતા હતા.