સીબીઆઈ કોર્ટનો ચુકાદો:હત્યા કેસમાં વાયુસેનાના ત્રણ અધિકારીઓને આજીવન કેદ

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જામનગરમાં દારૂની ચોરી કરવાના આરોપમાં હત્યા કરાઈ હતી
  • 27 વર્ષ જૂના કેસમાં સીબીઆઈ કોર્ટે ચુકાદો સંભળાવ્યો

એરફોર્સના બે નિવૃત અને એક વર્કીગ અધિકારી સહિત ત્રણ વ્યકિતઓને અમદાવાદની સીબીઆઈ સ્પેશીયલ કોર્ટે આજીવન કેદની સજા કરી છે. 1995 માં એક રસોઈયાની હત્યા કરવાના કેસમાં કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

જામનગરના એરફોર્સ સ્ટેશનમાં ગિરીજા રાવત નામના રસોઈયાને નવેમ્બર 1995માં કેન્ટીનમાંથી દારૂની ચોરી કરવાના આરોપમાં તેને યાતના આપવામાં આવી હતી જેમાં તેનુ મોત નિપજયુ હતુ. આ કેસમાં સીબીઆઈની તપાસ બાદ આ કેસ સીબીઆઈ સ્પેશીયલ જજ એન ડી જોશીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ કેસમાં કસુરવાર ઠેરવીને સ્કવાર્ડન લીડર અનૂપ સૂદ, અને તત્કાલીન સાર્જન્ટ અનિલ અને સાર્જન્ટ મહેન્દ્રસિંહ મહરાવતને સજા ફટકારી હતી.

આ કેસમાં સાત વ્યકિતઓને આરોપી બનાવાયા હતા જેમાંથી ત્રણને કોર્ટે છોડી મુકયા હતા જયારે એક આરોપીનુ સુનાવણી દરમિયાન મોત નિપજયુ હતુ જયારે સાર્જન્ટ અનૂપ સૂદ એરફોર્સના ગ્રુપ કેપ્ટન પદેથી નિવૃત થઈ ગયા છે. જયારે તત્કાલીન સાર્જન્ટ અનિલ એરફોર્સમાંથી નિવૃત થઈ ગયા છે અને મહેન્દ્રસિંહ સહરાવત હજુ પણ એરફોર્સમાં કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...