ધમકી:કૂતરાને બિસ્કિટ ખવડાવવા મુદ્દે યુવતીને મારી નાખવાની ધમકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલડીમાં ન્યૂ વિકાસગૃહ રોડ પાસેની સોસાયટીની ઘટના
  • પાડોશીઓએ કૂતરાને બીજે ખસેડવા ફરિયાદ કરી હતી

શહેરમાં રખડતા ઢોરો અને કૂતરાઓના ત્રાસને કારણે અનેક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલડી વિસ્તારમાં કૂતરાના સ્થળાંતર બાબતે પાડોશીઓ વચ્ચે ચાલતા ઝઘડામા બે પાડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઘટના એવી છે કે પાલડી વિસ્તારમાં રહેતી એક યુવતી કૂતરાને બિસ્કીટ ખવડાવતી હોવાથી સ્થાનિકોને કૂતરાથી હેરાનગતિ થઈ હતી. આ કૂતરાના સ્થળાંતર માટે તેમના પાડોશીઓએ અરજી કરી હતી જેની સામે યુવતીએ પણ અરજી કરી હતી. આ બાબતની અદાવત રાખી બે પાડોશીઓએ યુવતીને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

પાલડીમાં ન્યુવિકાસગૃહ રોડ પર પરાગ સોસાયટીના છાપરામાં રહેતા હેતલબેન વિરમગામિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગુરુવારે સાંજના સમયે તેમણે એક પાડોશી પાસે કૂતરા માટેના બિસ્કીટ મંગાવ્યા હતા જે લઈ તેઓ પરત આવી રહ્યા હતા. આ સમયે તેમની બાજુમાં રહેતા જતિનભાઈ અને રમેશભાઈ ભોજૈયા બંને ગણેશ વિસર્જન કરીને પરત આવતા હોઈ તેમણે અગાઉ પાલડી પોલીસ સ્ટેશનમાં કૂતરા સ્થળાંતર કરવા માટે આપેલી અરજી અનુસંધાને હેતલબેને પણ અરજી આપી હોઈ આ બાબતને લઈને તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ મારું કશંુ બગાડી લેશે નહીં તેમ કહીને બંનેએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ મહિલાએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...