તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડ મીટિંગમાં નિર્ણય:GTUમાંથી છેલ્લા 13 વર્ષમાં અધવચ્ચે અભ્યાસ છોડી જનારા હજારો વિદ્યાર્થીઓને ફરી અભ્યાસની તક મળશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • સીડ મની પ્રોજેક્ટ માટે પ્રોફેસરને એક લાખ અને PG વિદ્યાર્થીને 25 હજાર રૂપિયા રીસર્ચ માટે અપાશે

GTUની બોર્ડ મીટિંગમાં વિવિધ નવી પોલીસીને મંજૂરી આપવામા આવી છે અને નવી શિક્ષણ નીતિ હેઠળ ડ્રોપઆઉટ સ્ટુડન્ટસને ફરી અભ્યાસની તક આપવા નિર્ણય કરવામા આવ્યો છે.આ ઉપરાંત સીડ મની પ્રોજેક્ટ શરૃ કરવા ઠરાવ થયો છે. જે અંતર્ગત પ્રોફેસરને એક લાખ અને પીજી વિદ્યાર્થીને 25 હજાર રૃપિયા રીસર્ચ માટે આપવામા આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જોગવાઈને ધ્યાને રાખતા અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ જે તે ટેકનિકલ કોર્સમાં અધવચ્ચેથી અભ્યાસ છોડીને જતા રહ્યા હોય તેઓને ફરી અભ્યાસની ખાસ છુટ આપવા ઠરાવ થયો હતો.
ડિપ્લોમાના વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચેથી છોડીને જતા રહયા
GTUની સ્થાપના થયા બાદ છેલ્લા 13 વર્ષમાં હજારો વિદ્યાર્થીઓ ખાસ કરીને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ અભ્યાસ અધવચ્ચેથી છોડીને જતા રહયા છે ત્યારે વિદ્યાર્થીઓને ફરી અભ્યાસની તક મળી શકશે. આ ઉપરાંત યુનિ.ની IT પોલીસી ,સીડ મની પ્રોજેક્ટ પોલીસી તથા વુમન સેક્સ્યુઅલ હરેસમેન્ટ મોનિટરિંગ કમિટીની પોલીસી મંજૂર કરવામા આવી હતી. IQAC દ્વારા શરૂ કરાયેલા સીડ મની પ્રોજેક્ટ હેઠળ પીજીમાં વિદ્યાર્થીને 25 હજાર અને પ્રોફેસરને એક લાખ રૃપિયા રીસર્ચ માટે અપાશે.
બોર્ડ મીટિંગમાં વિવિધ બોર્ડ મેમ્બરો દ્વારા જુદા જુદા સૂચનો કરાયાં
બોર્ડ મીટિંગમાં વિવિધ બોર્ડ મેમ્બરો દ્વારા જુદા જુદા સૂચનો કરવામા આવ્યા હતા ત્યારે રાજકીય પીઠબળ ધરાવતા જે બોર્ડ મેમ્બર સામે યુનિ.માં પોતાના માણસોને કર્મચારી તરીકે ગોઠવવા અનેક ફરિયાદો ઉઠી ચુકી છે તે જ બોર્ડ મેમ્બર દ્વારા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓનું મુલ્યાંકન કરવાની સુફિયાણી વાતો કરી કમિટી રચવાનુ સુચન કરવામા આવ્યુ હતું તથા મંજૂર થયેલ મહેકમની વિગતો માંગવામા આવી હતી. બોર્ડ મીટિંગમાં સરકાર દ્વારા ફાળવતી ગ્રાન્ટને લઈને પણ ચર્ચા ઉઠી હતી અન્ય યુનિ.ઓને કેટલી ગ્રાન્ટ મળે છે અને GTUને કેટલી ગ્રાન્ટ મળે છે તેને લઈને પણ ચર્ચા કરી અહેવાલ માંગવામા આવ્યો હતો તથા અન્ય યુનિ.ઓની સરખામણીએ GTUમાં કેટલુ મહેકમ મંજૂર થયુ છે તેની ચર્ચા કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો