તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાની:ઓઢવમાં કચરામાં લગાવાતી આગથી આસપાસના હજારો રહીશો પરેશાન

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કારખાના દ્વારા પ્રદુષણયુક્ત કચરો નાખી રાતે આગ લગાવાય છે

ઓઢવ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ પ્લોટમાં આસપાસના કારખાના દ્વારા રોજના 10 ટ્રેક્ટર ભરીને વેસ્ટ નખાય છે અને પછી અડધી રાતે તેમાં આગ લગાવી દેવાય છે. આ આગના ધુમાડામાંથી જે પ્રદૂષણ થાય છે તેથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ આગ સહેજેય 4થી 6 દિવસ 24 કલાક ચાલે છે. જ્યાં નુકસાન કરે તેવો કચરો નખાય છે તેવા પ્લોટ નંબર 245ની આસપાસ નિર્મલપાર્ક, નીલકંઠ સહિતની સોસાયટીઓ અને ફ્લેટ આવેલા છે.

જેઓ દોઢ વર્ષથી આ સમસ્યાથી પીડાય છે. વારંવાર તંત્રને ફરિયાદો કરી હોવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. રહીશો ફરિયાદ કરે ત્યારે જેસીબી આવી જાય અને કચરામાં લાગેલી આગ પર માટી નાખી દે અને ટેમ્પરરી આગ ઓલવાઈ જાય છે પણ ફરીથી પાંચ દિવસમાં આ ક્રમ ચાલુ થઈ જાય છે. આ સમસ્યા માત્ર ઓઢવની નથી પણ નરોડા,વટવા અને નારોલમાં પણ આવા પ્લોટમાં લોકો કચરો નાખે છે જેથી કરીને આ વિસ્તારમાં પ્રદૂષણની માત્રા વધારે હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો