તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવિનય કાનૂન ભંગ:અંગ્રેજો સામેની મેચ જોવા હજારોએ સ્ટેડિયમમાં ‘કૂચ’ કરી સોશિયલ ડિસ્ટન્સ-માસ્કનો કાયદો તોડ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોએ અંદર પ્રવેશ કર્યા પછી માસ્કને જાણે તિલાંજલિ આપી દીધી હતી. - Divya Bhaskar
સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોએ અંદર પ્રવેશ કર્યા પછી માસ્કને જાણે તિલાંજલિ આપી દીધી હતી.
  • 1930માં 12મી માર્ચે ગાંધીજી સહિત 79 સત્યાગ્રહીઓએ દાંડી કૂચ કરી અંગ્રેજોનો મીઠાનો કાયદો તોડ્યો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શુક્રવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટી-20 મેચમાં ચોમેર ભારે ભીડ જોવા મળી હતી. સ્ટેડિયમમાં અંદાજે 65થી 70 હજાર પ્રેક્ષકો હતા. એક તરફ શહેરમાં કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારે ભીડ ભેગી થવાથી કોરોના વધુ વકરવાનું જોખમ રહેલું છે. સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા દર્શકોએ અંદર પ્રવેશ કર્યા પછી માસ્કને જાણે તિલાંજલિ આપી દીધી હતી. બપોરથી જ સ્ટેડિયમને જોડતા તમામ રોડ પર લોકોની ભારે ભીડ જામી હતી.

1930ની 12મી માર્ચે ગાંધીજીએ દાંડી કૂચ કરી અંગ્રેજોનો મીઠાનો કાયદો તોડ્યો હતો. યોગાનુંયોગ શુક્રવારે પણ 12મી માર્ચ જ હતી અને લોકોએ પણ મેચ જોવા માટે સ્ટેડિયમ તરફ કૂચ કરી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના સરકારે બનાવેલા કાયદાનો સરેઆમ ભંગ કર્યો હતો. મેચ રસિયાઓ કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સનું મહત્વ પણ ભૂલી ગયા હતા.

જોકે ગુજરાત ક્રિકેટ એસોસિએશને ટી-20 મેચો માટે સ્ટેડિયમ પૂરેપૂરું ભરવાની બે દિવસ પહેલા કરેલી જાહેરાતમાં આખરે ફેરવી તોળ્યું હતું અને 1.32 લાખની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ લગભગ 50 ટકા ભરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...