• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Those Who Want To Register Their Candidature Should Submit The Resume In The District Office By 12th, Those Who Bring A Crowd Will Not Get Tickets.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની જાહેરાત:ઉમેદવારી નોંધાવવા માગનાર 12મી સુધીમાં જિલ્લા કાર્યાલયમાં બાયોડેટા જમા કરાવે, ટોળા લઈ આવનારને ટિકિટ નહીં મળે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર. - Divya Bhaskar
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 125થી વધુ બેઠક સાથે વિજય મેળવવાના સંકલ્પ સાથે ચૂંટણીલક્ષી કાર્યક્રમોની શરૂઆત કરી છે. પાલડી રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્ક્રિનિંગ કમિટીની અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ચર્ચા થઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રતિભાશાળી, યુવાનો, મહિલાઓ, સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે ઉમદા કામ કરતા શ્રેષ્ઠીઓ-આગેવાનોને પણ કોંગ્રેસ પક્ષના વિધાનસભા ઉમેદવાર માટે પસંદગી પ્રક્રિયામાં ધ્યાને લેવામાં આવશે. જે પણ ઉમેદવાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવવા માગતા હોય તેઓએ 12 સપ્ટેમ્બર સુધીના પોતાના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બાયોડેટા જમા કરાવવાના રહેશે. જ્યારે ટોળા લઈને આવનારને ટિકિટ મળશે નહીં.

પોતાના જિલ્લાના પ્રમુખને પણ બાયોડેટા આપી શકાશે
વધુમાં જણાવ્યું હતું કે, 15 સપ્ટેમ્બર સુધીમાં 182 વિધાનસભામાંથી આ બાયોડેટા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચાડવામાં આવશે. 18 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ ઉમેદવાર માટેની અરજીઓની સમીક્ષા કરાશે. 21થી 23 સપ્ટેમ્બર સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા નિમાયેલ ઝોનલ ઈન્ચાર્જ, ચૂંટણી સમિતિના સભ્યોના મંતવ્યો અને સુચનો જાણશે. ગુજરાતમાં એક શક્તિશાળી અને સક્ષમ નેતૃત્વ મળી રહે તે માટેની યોગ્ય, નિષ્ઠાવાન ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોએ પોતાનો બાયોડેટા આપવાની જરૂર નથી. છતાં પણ જો તેઓ આપવા માંગતા હોય તો પોતાના જિલ્લાના પ્રમુખને બાયોડેટા આપી શકે છે.

ટોળા લઈને આવનારની ઉમેદવાર તરીકે ગણતરી નહીં થાય
​​​​​​​
વધુમાં જણાવ્યું હતું કે, જે પણ ઉમેદવાર ટોળા લઈ અને કોંગ્રેસ કાર્યાલય ખાતે આવશે તેઓની ઉમેદવાર તરીકે ગણતરી નહીં કરવામાં આવે. આથી તમામને જણાવવામાં આવે છે કે, ટોળા લઈ અને કાર્યાલય ખાતે આવવું નહીં. નારાજ કે અસંતુષ્ટ આગેવાનોને યોગ્ય સમજાવટ માટે તાલુકા કક્ષાએ નિષ્ઠાવાન સભ્યોની ડેમેજ કન્ટ્રોલ કમિટી બનાવવામાં આવશે. જેને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું નેતૃત્વ પણ દેખરેખ રાખશે.

અન્ય સમાચારો પણ છે...