એડમિશન માટે પરિપત્ર:ધોરણ 10 બેઝિક ગણિત સાથે પાસ થનાર 12 સાયન્સમાં A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 10નું પરિણામ જોતી વિદ્યાર્થિનીઓ - Divya Bhaskar
ધોરણ 10નું પરિણામ જોતી વિદ્યાર્થિનીઓ
  • 2021માં પરિપત્ર કરાયો હતો, પરંતુ વર્ષ 2021-22માં છૂટ અપાઈ, હવે 2022-23માં અમલી

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવ્યું છે. ત્યારે હવે ધોરણ 11માં પ્રવેશ શરૂ થશે. ધોરણ 11માં સાયન્સ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ શરૂ થશે. ત્યારે ધોરણ 10માં બેઝિક ગણિત સાથે પાસ થનાર વિદ્યાર્થી ધોરણ 11 સાયન્સમાં A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં.

11 સાયન્સમાં એડમિશન માટે પરિપત્ર જાહેર કરાયો
આ પરિપત્ર 2021માં કરવામાં આવ્યો હતો, પરંતુ વર્ષ 2021-22માં છૂટ આપવામાં આવી હતી, જે હવે 2022-23થી અમલમાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા 11 સાયન્સમાં એડમિશન માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીએ ધોરણ 10 બેઝિક ગણિત સાથે પાસ કરેલું હોય તે ધોરણ 11 સાયન્સમાં B ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે. A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં.

જુલાઈ માસની પૂરક પરીક્ષા સ્ટાન્ડર્ડ ગણિત પાસ કરવું પડશે
બેઝિક ગણિત સાથે પાસ થનાર 11 સાયન્સમાં A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવવા ઈચ્છે તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવી પડશે. વર્ષ 2022-23થી નવા પરિપત્રનો અમલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...