રાજ્યની 144 કોલેજોની 66 હજાર બેઠકો પર ધોરણ 10માં પાસિંગ માર્કસ મેળવતા વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઈજનરી કોલેજોમાં પ્રથમ વર્ષમાં સીધો પ્રવેશ આપવાની જાહેરાત કરાઈ છે. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરના 15 મેના અંકમાં પ્રસિદ્ધ કરાયો હતો.
એસીપીડીસીની એપ્રુવલ પ્રોસેસ હેન્ડબુકની શૈક્ષણિક વર્ષ 2022-23ની માર્ગદર્શિકા મુજબ તમામ જિલ્લાઓની ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં પ્રવેશ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે મુજબ ધો.10માં પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ મળશે. અગાઉ ધો.10માં સરેરાશ 35 ટકા મેળવનારાને જ પ્રવેશ અપાતો હતો. રાજ્યની ડિપ્લોમા ઈજનેરીની 144 કોલેજોમાં બીજા વર્ષની 34,000થી વધુ બેઠકો પર બે વર્ષના પ્રમાણપત્ર ધારકો કોઈ પણ બ્રાન્ચમાં પ્રવેશની જાહેરાતથી આશરે 50 હજાર વિદ્યાર્થીને લાભ થશે.
આ દસ્તાવેજ જરૂરી
ધો. 10 પાસની માર્કશીટ, ટીઈબી, આઈટીઆઈ, આઈજીટીઆર પાસની માર્કશીટ, જાતિનંુ પ્રમાણપત્ર, ડોમિસાઈલ સર્ટિફિકેટ, માતા-પિતાનંુ આવકનુ પ્રમાણપત્ર, હેન્ડિકેપ હોય તો તેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, અનામત બેઠકનો લાભ લેવા ઈચ્છુક ઉમેદવારે શાળા છોડયાનુ પ્રમાણપત્ર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.