વ્યાજખોરોની ચંુગાલમાં ફસાયેલા શહેરીજનોને મુક્ત કરાવવા માટે શહેર પોલીસે 27 દિવસની ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં શહેરના તમામ ઝોનના ડીસીપીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેથી વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલી કોઈ પણ વ્યકિત સીધા જ ડીસીપીને મળીને તેમની રજૂઆત કરી શકશે.
વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકો આત્મહત્યા કરવા સુધી મજબૂર થઇ જાય છે. ભૂતકાળમાં પણ વ્યાજખોરોના ત્રાસથી ઘણાં લોકોએ જીવન ટૂંકાવ્યા હતા. જો કે કોરોના બાદ ફરી વખત વ્યાજખોરો પૈસાની ઉઘરાણી માટે લોકોને ડરાવી ધમકાવીને હેરાન પરેશાન કરતા હોવાની રજૂઆતો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી હતી.
નોડલ ઓફિસર તરીકે નિમણૂક
જેના આધારે તેમણે શહેરીજનોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુકત કરાવવા માટે 5 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધીની 27 દિવસથી ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. જો કે શહેરીજનોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુકત કરાવવા માટે શહેરના 7 ઝોનના ડીસીપીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સીધા જ ડીસીપીને મળીને રજૂઆત કરી શકે
જેથી કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરના ચુંગાલમાં ફસાયા હોય અને તેમાંથી બહાર નીકળવા માંગતા હોય તો તેઓ સીધા જ ડીસીપીને મળીને રજૂઆત કરી શકે છે. જેના માટે ભોગ બનનારે જરૂરી ડોક્યુમેન્ટસ સાથે લઈને જવાના રહશે. તેમની રજૂઆત સાંભળીને વ્યાજખોર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.