તહેવારોની સિઝન શરૂ:આ વર્ષે સિઝનમાં આર્ટિફિશિયલ નહીં ઓરિજિનલ ફ્લાવર્સનો ટ્રેન્ડ, ગુલાબનો ભાવ 80થી વધીને 160 થયો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાપ્પાને રોજના 10 હજાર કિલો ગુલાબ અને ગલગોટા ચડે છે

ફેસ્ટિવ સિઝનની શરૂઆત થતાં જ ફૂલોની ડિમાન્ડ વધવી સ્વાભાવિક છે. પરંતુ આ વખતે લોકો આર્ટિફિશિયલ ફૂલોની જગ્યાએ ઓરિજિનલ ફૂલોનો ઉપયોગ વધારે કરી રહ્યા છે જેથી ઓરિજિનલ ફૂલોની ડિમાન્ડમાં 30 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે.

ફ્લાવર માર્કેટમાં ગત વર્ષની સરખામણીએ આ વખતે ફૂલોની ડિમાન્ડમાં દોઢ ગણો વધારો જોવા મળી રહ્યો છે. ફૂલોની ડિમાન્ડ વધતા જ તેની કિંમતમાં પણ કમરતોડ વધારો થયો છે. પહેલા જે ગુલાબ 80 રૂપિયા કિલો મળતા હતા તેની કિંમત હવે વધીને 150થી 160 રૂપિયા કિલો થઈ ગઈ છે.

ગત વર્ષ કરતા ફૂલોની ડિમાન્ડ દોઢ ગણી વધી
ગત વર્ષ કરતા આ વર્ષે ફેસ્ટિવલ સિઝનમાં ફૂલો દોઢ ગણા વધારે મંગાવીએ છીએ અને બધા ફૂલો હાથોહાથ વેચાઈ જાય છે. ગત વર્ષે ફેસ્ટિવલ સિઝનમાં 7 હજાર કિલો ફૂલ મંગાવતા હતા. જેમાં ગુલાબ અને ગલગોટાનો સમાવેશ થતો હતો જ્યારે આ વર્ષે તે ફૂલોની ડિમાન્ડ વધારે હોવાથી 10 હજાર કિલોથી વધારે ફૂલ મંગાવીએ છીએ જેથી લોકોની ડિમાન્ડને સંતોષી શક્યા છીએ. - રિઝવાન અરબ, પ્રેસિડેન્ટ, અમદાવાદ હોલસેલ ફ્લાવર મર્ચન્ટ એસોસિએશન

ડેકોરેશનના રેટમાં 20 ટકાનો વધારો થયો છે
ડેકોરેશનના કામમાં પણ રેટ 20 ટકા વધ્યા છે. લોકો આર્ટિફિશિયલ ડેકોરોશન જેવું કે ફેબ્રિકેશન અને સ્ટ્રક્ચર ઉભું કરાવી રહ્યા હોવાથી તેના રેટમાં ગત વર્ષ કરતા 20 ટકાનો વધારે થતા 15 હજારનું કામ હવે 20 હજારમાં થઈ રહ્યું છે. - કવિતા ઓસતવાલ, મજસ્ટી ઈવેન્ટ્સ

અન્ય સમાચારો પણ છે...