તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કશોપ:આ વર્ષે દર 5 સેકન્ડે ડિવાઈસ પર એક વાઈરસનો અટેક થશે

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એચ.એ.માં સાઈબર સિક્યુરિટી પર વર્કશોપ

થોડાક સમયમાં 5G સર્વિસ શરૂ થશે. જેથી આપણે ઈન્ટરનેટ સાથે વધુમાં વધુ જોડાઈશું. બિન જરૂરી એપ્લીકેશન ડાઉનલોડ કરવાથી ડિવાઈસ હેક થઈ શકે છે. 2021ના વર્ષમાં દર પાંચ સેકન્ડે ડિવાઈસમાં એક વાઈરસ અટેક થશે. ઉપરોક્ત વાત સાઈબર સિક્યુરિટીસર્વીસીસના નિષ્ણાત લકીરાજસિંહ ઝાલાએ કહી હતી.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ અંતર્ગત સાઈબર સિક્યુરિટી વિષય પર એવેરનેશ વર્કશોપ યોજાયો હતો. જેમાં લકીરાજસિંહે વિદ્યાર્થીઓ સમક્ષ કેટલીક અગત્યની માહિતી શેર કરી હતી.

તેમણે વધુમાં કહ્યું હતુ કે, આજના ઈન્ટરનેટ યુગમાં લોકો જુદા જુદા ડિવાઇસનો ઉપયોગ કરે છે. તેમને એલર્ટ થવાની જરૂર છે. ફ્રી વાઈફાઈનો ઉપયોગ પણ જોખમી છે. દરેક ડિવાઇસમાં પાસવર્ડ એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. અજાણ્યા ઈમેઈલ અથવા લિન્ક ડાઉનલોડ કરવાથી પણ ડિવાઈસ હેક થઈ શકે છે. આ દરમિયાન હાજર રહેલા વિદ્યાર્થીઓએ પણ તેમને લગતા મહત્વના સવાલો કર્યા હતા. જેના જવાબ તેમને રસપ્રદ રીતે આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો