રાજ્યમાં માથાદીઠ ટેક્સમાં 5 વર્ષમાં રૂ. 7716નો વધારો:આ વર્ષે દરેક ગુજરાતી રૂ.19,191 ટેક્સ ચૂકવશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાંથી રૂ. 1.38 લાખ કરોડ ટેકસની વસૂલાત થશે
  • પાથેય સેન્ટર દ્વારા રાજ્યના બજેટનું એનાલિસીસ

રાજ્યના દરેક નાગરિકને વર્ષ 2023-24માં રૂ. 19191 ટેક્સ ચૂકવવો પડશે. માથાદીઠ ટેક્સની આવકમાં દર વર્ષે વધારો જોવા મળે છે. 2018-19માં માથાદીઠ ટેક્સની આવક રૂ. 11799 હતી. 2021-22માં વધીને રૂ. 13830 હતી. 2022-23માં માથાદીઠ ટેક્સ રૂ. 18660 હતો જે વધીને 2023-24માં રૂ. 19191 થવાનો અંદાજ છે.

રાજ્ય બજેટના આંકડાઓને આધારે પાથેય બજેટ સેન્ટર દ્વારા મહેસૂલી- મૂડી આવક અંગે એનાલિસીસ કરતાં આ વિગતો બહાર આવી છે. રાજ્યના બજેટમાં ટેક્સની આવકનો હિસ્સો મહત્વનો હોય છે. 2023-24માં કેન્દ્ર અને રાજ્યના કુલ ટેક્સ આવક રૂ. 174407 કરોડ હશે. જેમાં રાજ્યનો ફાળો રૂ. 138881 કરોડ એટલે કે 80 ટકા હશે. માથાદીઠ ટેક્સમાં 5 વર્ષમાં રૂ. 7716નો વધારો નોંધાયો છે.

વસતીની સાથે ટેક્સની આવકમાં પણ વધારો

વર્ષકુલ ટેક્સ આવકકુલ વસતીમાથા દીઠ કરવેરો
2019-2079020 કરોડ6.89 કરોડ11475
2020-2170280 કરોડ6.98 કરોડ10070
2021-2297709 કરોડ7.06 કરોડ13830
2022-23133435 કરોડ7.15 કરોડ18660
2023-24138881 કરોડ7.24 કરોડ19191

(નોંધ - રાજ્યની ટેક્સની વસુલાતને કુલ વસતીથી ભાગાકાર કરવામાં આવે તો 2023-24માં દરેક નાગરિક વાર્ષિક અંદાજિત રૂ. 19191 વિવિધ ટેક્સ હેઠળ ભરશે. જેમાં મોટેભાગે જીએસટી, વેટ, જમીન મહેસૂલ, વીજળી કર, મનોરંજન કર, વાગન કર વેગેર આવી જાય છે.)

કેન્દ્રીય વેરાની આવકમાં 7.54% વધારો થશે
બજેટમાં કેન્દ્રીય કરવેરાની આવકોમાં 2023-24માં અગાઉના વર્ષની સરખામણીએ 7.54 ટકા વધારાની આવકનો અંદાજ મુકવામાં આ‌વ્યો છે. 2022-23માં રાજ્યને કેન્દ્રીય કરવેરામાંથી રૂ. 33034 કરોડની આવક થસે જેની સામે વર્ષ 2023-24માં રૂ. 35526 કરોડની આ‌વકનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...