શ્રાવણ સુદ પૂનમને રવિવારે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાશે. આ વર્ષે રક્ષાબંધનનું પર્વ સવારે 7.54થી મોડી રાત સુધી મનાવી શકાશે. જ્યોતિષી આશિષ રાવલ અનુસાર, લોકભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે. કમળના પુષ્પ અર્પણ કરવાનો વિશેષ મહિમા આજના દિવસે શિવપુરાણમાં આલેખાયેલો છે. વિદ્યાર્થીગણે આજના દિવસે વિદ્યાની પ્રાપ્તિ માટે ગાયના દૂધનો અભિષેક કરવો તેમજ વિદ્વાનો પાસે રુદ્રાભિષેક પણ કરાવી શકાય. એકી સંખ્યામાં “મહામૃત્યુંજય જપ”કરવાથી આયુ, આરોગ્યની સુખાકારી વધે છે તેમજ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓમાંથી રાહત મળે છે.
બહેન ઉપરાંત માતા અને ગુરુ પણ રક્ષા બાંધી શકે છે
શાસ્ત્ર મુજબ માતા,ગુરુ અને બહેન રક્ષાસૂત્ર બાંધી શકે છે. ભૂદેવ પોતાના યજમાનને રાજપુરોહિત રાજાને પણ રક્ષાસૂત્ર બાંધે છે.આપણા ધર્મગ્રંથો અનુસાર મહાભારતમાં જોવા મળે છે, જે અંતર્ગત માતા કુંતીએ પૌત્ર અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. અને તેનાથી છ-છ કોઠા હેમખેમ પાર ઊતર્યો હતો. રક્ષાબંધન પર્વની ઉજવણી માટે બહેન ભાઈને રાખડી બાંધીને રક્ષા કરવાની પ્રાર્થના કરશે.લોકવાયકા અનુસાર સારા ચોઘડિયા જોઈને રાખડી બાંધવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એસજીવીપી ગુરુકુલમાં યજ્ઞોપવિત કાર્યક્રમ થશે
રક્ષાબંધને 15 હજારથી વધુ બ્રાહ્મણો સામૂહિક રીતે નવી યજ્ઞોપવિત ધારણ કરશે. તપોધન બ્રાહ્મણ સમાજે ઓનલાઈન યજ્ઞોપવિત ક્રાયકર્મનું આયોજન કર્યું છે. એસજીવીપી ગુરુકુળમાં 110થી વધુ ઋષિકુમારો છારોડી ગુરુકુલ ખાતે સામૂહિક જનોઈ બદલશે.
સિદ્ધિવિનાયક મંદિરમાં 12 ફૂટની રાખડીનો શણગાર
સિદ્ધિ વિનાયક મહેમદાવાદ ગણેશ મંદિર ખાતે 12 ફૂટની રાખડી દાદાને શગણગાર સ્વરૂપે મુકાશે. આ રાખડીને 80 ફૂટની મૂર્તિ આગળ પ્રર્શનમાં મુકવામાં આવશે. રક્ષાબંધન નિમિત્તે મંદિર સવારના 8થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે.
રાખડી બાંધવા માટે શુભમુહૂર્ત-ચોઘડિયાં
ચલ | 7.54થી 9.31 |
લાભ | 9.314થી 11.07 |
અમૃત | 11.07થી 12.44 |
શુભ | 14.21થી 15.58 બપોરે |
શુભ | 19.11 થી 20.34 સાંજે |
અમૃત | 20.34થી 21.58 રાત્રે |
ચલ | 21.58થી 23.21 રાત્રે |
અભિજિતમુહૂર્ત | 12.39 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.