પેઇડ વેક્સિનેશન:આ વેક્સિન માત્ર સૂટ-બૂટવાળાઓ માટે જ છે... 679 લોકોને ડોઝ આપવામાં આવ્યો, જે હિસાબે રૂ. 6.79 લાખની કમાણી કરી !

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશન માટે બે કિલોમીટર સુધી લોકોની લાઇનો લાગી હતી - Divya Bhaskar
વેક્સિનેશન માટે બે કિલોમીટર સુધી લોકોની લાઇનો લાગી હતી
  • ગુજરાત સરકારનો દાવો: ગાઇડલાઇન મુજબ વધારાની વ્યવસ્થા ઊભી કરાઈ છે

અમદાવાદમાં મહાનગરપાલિકાએ ખાનગી હોસ્પિટલો સાથે મળીને ડ્રાઇવ-થ્રૂ પેઇડ વેક્સિનેશન શરૂ કરાવ્યું. આ અંગે રાજ્ય સરકારે કહ્યું કે ચાર્જેબલ બેઝીઝ પર શરૂ કરાયેલું વેક્સિનેશન એવા સંપન્ન પરિવારો માટે છે કે, જેમને ફી પરવડે છે. એટલે કે જેમને ખર્ચ પરવડે એ રસી લઈ શકે, જેમને ન પરવડે એ રાહ જુએ.

ગુજરાત સરકારે એવો દાવો કર્યો છે કે કેન્દ્રની ગાઇડલાઇન મુજબ આ વધારાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ખાનગી હોસ્પિટલો વેક્સિન ઉત્પાદકો પાસેથી સીધો મેળવીને વેક્સિનેશન કરે છે. સવાલ એ છે કે સામાન્ય લોકો રસીથી વંચિત છે ત્યારે ખાનગી હોસ્પિટલોને કેવી રીતે ડોઝ મળી રહે છે.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન માનવી જ હતી તો સ્પોટ રજિસ્ટ્રેશન કેમ ન કર્યું?
કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે પેઇડ વેક્સિનેશન શરૂ કર્યાંનું ગુજરાત સરકાર કહે છે, પણ અગાઉ કેન્દ્રએ ઓનલાઇન રજિસ્ટ્રેશન મરજિયાત કરી સ્પોટ રજિસ્ટ્રેશનને માન્યતા આપી હતી. પરંતુ ગુજરાત સરકારે કેન્દ્રની આ વાત સત્યથી વેગળી કહીને ગુજરાતમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન જ ફરજિયાત રાખ્યું હતું. ખાનગી હોસ્પિટલો કમાઇ શકે તેવી આ વ્યવસ્થાની સગવડ કરી આપવા માટે ગુજરાત સરકારને કેન્દ્રની આ ગાઇડલાઇન અનુસરવી અનુકૂળ લાગી.

ગુરુવારથી રૂ. 1000માં ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન શરૂ થયું
અમદાવાદમાં 27 મેથી એપોલો હોસ્પિટલ દ્વારા AMC સાથે મળીને PPP ધોરણે GMDC ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રૂવેક્સિનેશન શરૂ કરાયું. આ માટે ~1 હજાર ચાર્જ લેવાય છે. એક તરફ વેક્સિનની તંગીની બૂમરાણ મચી છે ખાનગી હોસ્પિટલ સાથે મળી રસી વેચવામાં આવી રહી છે.

નીતિન પટેલ પણ કહે છે, મને ખબર નથી’
પેઇડ ડ્રાઇવ-થ્રૂ વેક્સિનેશન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આ અંગે મને ખબર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આની શરૂઆત કરતાં પહેલાં રાજ્ય સરકાર કે મુખ્યમંત્રી સાથે મસલત કરી છે કે નહીં અથવા મંજૂરી માંગી હતી કે નહીં તે વાત મારી જાણકારીમાં નથી.

આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં એપોલો હોસ્પિટલ દ્વારા ચાર્જેબલ બેઝિઝ પર શરૂ કરાયેલું વેક્સિનેશન એવા સંપન્ન લોકો-પરિવારો માટે છે કે જેમને આ ફી પરવડી શકે તેમ છે તેમજ જેઓ વેક્સિન તાત્કાલિક લેવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...