તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્ય ભાસ્કરના પત્રકારત્વની તરફેણ:ભાસ્કરના પત્રકારો પર FIR વિરુદ્ધ આ છે પ્રજાનો અવાજ

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં અગ્નિકાંડના આરોપીઓને છાવરવા માટે દિવ્ય ભાસ્કરના 4 પત્રકારો સામે FIRની ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચા છેડી છે. સંખ્યાબંધ યૂઝર્સે દિવ્ય ભાસ્કરના પત્રકારત્વની તરફેણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરીને સરકારના વલણની ટીકા કરી હતી.

અહીં આવી જ કેટલીક પસંદગીની પોસ્ટનું સંકલન પ્રસ્તુત છે. દિવ્ય ભાસ્કર સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાના પત્રકારત્વ ધર્મને વરેલું છે અને હંમેશાં રહેશે.

આ પહેલ ખરેખર પ્રસંશા ને પાત્ર છે. જેવી રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટિંગ ઓપરેશન કરીને સરકારની તથા ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી છે, ખૂબ ખૂબ આભાર. પ્રજાને સરકાર કરતાં લોકશાહીના આ ચોથા પિલર ઉપર વધારે ભરોસો થયો છે.- ધર્મેશ ભટ્ટ

લોકશાહી ? 24 કલાકમાં રાજકોટ દિવ્ય ભાસ્કરના પત્રકાર વિરુદ્ધ બીજી ફરિયાદ. શું ગુજરાત સરકાર અને નેતાઓને મુંબઇના અર્ણબ ગોસ્વામી દેખાય છે ? પત્રકાર ચોથો સ્તંભ છે તેવું કહેવાવાળા ક્યાં ગયા ? નેતાઓની વકીલાત બંધ એટલે ફરિયાદ કરી સરકાર કોનો અવાજ દબાવવા માગે છે ?- જયેશ સિંધલ

સરકારે એ સમજવાની જરૂર છે કે પત્રકારો સામે ફરિયાદો એ લોકશાહીને વરેલા કોઈપણ દેશ, સમાજ માટે આવકાર્ય નથી. જ્યારે તમે હકીકતો બહાર લાવતા પત્રકારો સામે FIR કરો છો ત્યારે તમે જનતાના અવાજને દબાવો છો.- વિપ્લવ શાહ

વિજય રૂપાણી તમારા હૉમ ટાઉનમાં ગાંધીજીના માર્ગ પર ચાલનારા પત્રકારો સામે કેસ કરીને અવાજ દબાવવા માટેનું કૃત્ય કરવામાં આવ્યું છે, નિર્દોષ પત્રકારો સામેના કેસ પાછા ખેંચવામાં આવે, મુંબઇના પત્રકાર વિશે તો સ્વંય PC કરીને Emergency યાદ કરી હતી. -દિવેશ સીકલીગર

ગુજરાતીઓ, ફક્ત હેડલાઈન વાંચો દિવ્ય ભાસ્કરે હંમેશાં લોકહિત પત્રકારત્વ કર્યું છે ગંભીર પ્રશ્નો પણ ઉઠાવ્યા છે લોકશાહી અને વાણી સ્વતંત્રતાના બણગાં ફૂંકતા સત્તાધીશોને સવાલો કર્યા, હોસ્પિટલમાં 5 હોમાયા તોય પોલીસ મહેમાનગતિ કરાવે આ છાપી ખુલ્લા પાડ્યા તો ફરિયાદો કરી ડરાવવા લાગ્યા. -લક્ષ માળી

ચાર પત્રકારો પર ફરિયાદ કરીને સરકાર ચાર ગણા પત્રકારોનો અવાજ દબાવવા માંગે છે, સત્ય લખવું,સત્ય બોલવું ગુન્હો છે તો કરો ફરિયાદ.! પત્રકારો વાસ્તવિકતા ઉજાગર કરવા અડીખમ ઉભા છે.- ફરહાન પટેલ

મીડિયા પર્સન સેફ નથી. જો મીડિયા પર્સન સામે એફઆઇઆર થતી હોય તો સામાન્ય માણસોનું શું?- કેયુર શાહ

વાહ સુપર્બ...આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. કાનૂન કી સારી કલમ એક તરફ ઔર પત્રકાર કી કલમ એક તરફ.- અતુલ રઘુવંશી

જો આવડું મોટું નેટવર્ક સરકાર સામે બોલવાથી આ સરકાર કેસ કરતી હોય તો પછી સામાન્ય માનવીનું શું થાય?- જિતુ સોજિત્રા

ખરો સિપાહી ! આજે લાગે છે કે ફરી બુલંદીની નવી તસવીર સર્જાવા લાગી છે !!- રમેશ કુમાર રોજાસરા

પ્રમાણિક પત્રકારોને સમર્પિત મારી બે પંક્તિઓ: સત્ય પથ પર કંટ અનેક, પ્રેરણાના પંખ હોય છે નેક. મારો છલાંગ તમે હરિ બોલી, પછી કંટ પણ ન કરે કંઈ. -કિશોર કાપડિયા

ગુજરાતની પ્રજા હંમેશાં ‘દિવ્ય ભાસ્કર’ની સાથે છે. સત્યનો હંમેશાં વિજય થશે.- રોહિત પટેલ

અર્ણબ ગોસ્વામી માટે પત્રકારનો અવાજ દબાય છે એવું કહેવા માટે સ્પેશિયલ પત્રકાર પરીષદ કરનાર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી શું પોતાના ગૃહ જિલ્લા રાજકોટ માં 4 પત્રકારો પર થયેલા કેસ વિશે પણ કંઈ બોલશે ?- ડો.પીયૂષ ચૌહાણ

ક્યારેક ગૃહમંત્રીથી લઈ મુખ્યમંત્રી મીડિયા ફ્રીડમ માટે અવાજ ઉઠાવે છે અને આજે એ જ મુખ્યમંત્રીની સરકાર સત્ય બતાવવા બદલ પત્રકારો પર FIR કરી દે? અભિવ્યક્તિની આઝાદી આટલી subjective કેવી રીતે હોઈ શકે?- ક્રિશ્ના પટેલ

આપ સતત સત્યને ઉજાગર કરતા રહો. પ્રશ્નો પૂછવા અને હકીકત બહાર આવી તે જ સાચું પત્રકારત્વ. કોરોના સંદર્ભે તમામ મુકામે નિષ્ફળ રહેલી સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા ફાંફા મારે છે.- સંતોષસિંહ રાઠોડ

લોકશાહી, વાણી સ્વતંત્રતાના બણગાં ફૂંકતા સત્તાધીશોને સવાલ કર્યા. હૉસ્પિ.માં 5 હોમાયા તો પોલીસ મહેમાનગતિ કરાવે. ખુલ્લા પાડ્યા તો ફરિયાદો કરી ડરાવવા લાગ્યા.- અરવિંદ ચૌધરી

નિડર અને સાહસિક પત્રકારત્વ જ વર્તમાન સમાજનું પીઠબળ છે. - ધર્મેન્દ્ર રાષ્ટ્રપાલ

શું રાજકોટ પોલીસ જેમની ધરપકડ થઈ હોય તેમની પૂછપરછ માટે જણને આ પ્રકારની સુવિધાઓ આપે છે?- જયેશ મહેતા

શું ગુજરાત પોલીસ કે ડીજીપી આ સમગ્ર ઘટનાક્રમ પર શ્વેતપત્ર જારી કરશે? અખબારે અમને જે જણાવ્યું છે એ સ્વીકારો અથવા તો નકારો. કમસે કમ હકીકત તો સ્વીકારો.- રાજેશ મોદી

તમે (પોલીસ) વીઆઇપી સેવા આપીને કયા કાયદાનું પાલન કરાવી રહ્યા હતા.- હરેશ ચૌધરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો