ચૂંટણી ઢંઢેરા:કોંગ્રેસના ઢંઢેરાના વાયદાઓની આ છે હકીકત...

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ખેડૂતોને વીજળી, બેરોજગારોને ભથ્થું, રૂ. 500માં ગેસ સિલિન્ડર
  • રેવડીયુક્ત મેનિફેસ્ટોમાં સ્ટેડિયમ મોદીમુક્ત કરશે

કોંગ્રેસે શનિવારે જારી કરેલા 18 મુદ્દાના ચૂંટણી ઢંઢેરામાં યુવાનો, ખેડૂતો, સરકારી કર્મચારીઓ સહિતના સમુદાયને રિઝવવાનો પ્રયાસ છે. ઢંઢેરામાં નફરતનું રાજકારણ દૂર કરવાનો તો બિલકિસ બાનોના દુષ્કર્મીઓને ફરી જેલમાં મોકલવાનું વચન પણ સામેલ છે. સાથે જ સાબરમતી આશ્રમના રિનોવેશન પર પ્રતિબંધનો વાયદો પણ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં સામેલ છે.

નમો સ્ટેડિયમનું નામ બદલીને સરદાર પટેલનું નામ અપાશે
કોંગ્રેસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને તેને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપવાની ઘોષણા કરી છે. અગાઉ સ્ટેડિયમનું નામ સરદારના નામે હોવાનો કોંગ્રેસ દાવો કરી રહી છે.

એક્સપર્ટ્સ નામ બદલ્યું ત્યારે પણ વિવાદ થયો હતો. રાજ્યમાં વસ્તીનો 12 ટકા હિસ્સો ધરાવતા પાટીદારોનું અપમાન થયું હોવાનો વિરોધીઓએ આક્ષેપ કર્યો હતો. ભાજપનું કહેવું છે કે પ્રાંગણ સરદારના નામે જ છે.

10 લાખ નોકરીઓનું વચન, બેરોજગારોને 3 હજાર ભથ્થું
ગુજરાતમાં આશરે 10 લાખ બેરોજગાર છે. રાજય સરકાર દ્વારા ભરતી કરવામાં આવે છે. પણ પૂરતા પ્રમાણમાં ભરતીઓ થતી નહીં હોવાનો આરોપ છે. બેરોજગારોને માસિક 3 હજાર ભથ્થું મોટો દાવ છે.

એક્સપર્ટ્સ{ ગુજરાતમાં આશરે 6 લાખ નોકરી ખાલી છે. રાજ્યમાં 50 ટકા નોકરી ગ્રામ્ય અને કૃષિક્ષેત્ર આપે છે, કૃષિને પ્રોત્સાહન આપીએ તો બેરોજગારી નિવારી શકાય એમ છે.

ખેડૂતોના રૂપિયા 3 લાખના દેવાં અને વીજળી બિલ માફ

રાજયમાં આશરે 54 લાખ ખેડૂત પરિવાર છે. તેમને આકર્ષવા માટે કોંગ્રેસે દેવુ માફ કરવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત વીજળી બિલ માફ કરવાની જાહેરાત કરીને તેમને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

એક્સપર્ટ્સ ખેડૂતો માટે આ મહત્ત્વનો વાયદો છે. અગાઉ પણ કોંગ્રેસ આ વચન આપી ચૂકી છે. નાના અને સીમાંત ખેડૂતોને પણ આવરી લેવામાં આવે એ જરૂરી છે.

સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરાશે

2006માં કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આ‌વી હતી. નવી પેન્શન યોજનામાં પીએફ સાથે પેન્શન માટેની રકમ પણ સરકાર કાપે છે. મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માગણી કરે છે.

એક્સપર્ટ્સ કોંગ્રેસ શાસિત તથા અન્ય બિન ભાજપી રાજ્યોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. કેટલાક રાજ્યોએ લાગુ પણ કરી છે. સરકારી કર્મચારીઓના વોટ માટે કોંગ્રેસનો આ મોટો દાવ છે.

સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા કાયમી બંધ કરાશે

​​​​​​​રાજયમાં એક લાખ જેટલા કર્મચારી કરાર આધારિત છે. આ પ્રથા દૂર કરીને એક લાખ પરિવારને આકર્ષિત કરવાનો પ્રયાસ છે,બીજીરીતે જેટલા બેરોજગાર છે તે તમામ 10 લાખ જેટલા બેરોજગારોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.

એક્સપર્ટ્સ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી જોઈએ. એના સ્થાને સરકારી વૈકલ્પિક વ્યવસ્થા લાગુ કરવી જોઈએ. આ પ્રથામાં વ્યાપક શોષણ અને અન્યાય થતો હોવાનો કર્મચારીઓનો દાવો છે.

300 યુનિટ સુધીની વીજળી વિનામૂલ્યે

રાજયના ગરીબ અને મધ્યમ વર્ગનું વિજબિલ મફત થઇ જાય તો ગુજરાતમાં 1.21 કરોડ વીજ કનેકશન એવા છે કે જેમનું બિલ 300 યુનિટથી ઓછું આવે છે.

​​​​​​​એક્સપર્ટ્સ​​​​​​​​​​​​​​ વીજબિલ માફ થાય એટલે ગુજરાતના કેટલાય પરિવારોને ફાયદો થાય છે અને કેટલો બોજો આવશે એ જોવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...