હાઇકોર્ટની ઝાટકણી:આ બગીચો નથી, મનફાવે વકીલો બદલી કોર્ટનો સમય વેડફો છો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોપર્ટી કેસમાં વકીલે જવાબ રજૂ કરવા સમય માગતા કોર્ટે ઝાટક્યા

પાટણમાં મિલકતના કેસમાં વકીલે કોર્ટ પાસે જવાબ રજૂ કરવા સમય માગતા હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી. કોર્ટે ઝાટકણી કાઢતાં એવી ટકોર કરી હતી કે, આ કેસમાં 3 વખત વકીલ બદલાઈ ગયા છે. મનફાવે ત્યારે વકીલો બદલીને કોર્ટનો સમય બગાડો છો. હવે પછી અધિકારીઓ આ રીતે કોઈ કારણ વગર વકીલો બદલશે તો કોર્ટ તેમની સામે પગલાં લેશે. આ કોઈ બગીચો નથી. કોર્ટે અધિકારીઓને હાજર રહેવા આદેશ કર્યો છે.

પાટણમાં ખોજા પરિવારના મિલકતના વિવાદમાં હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેની સુનાવણીમાં ત્રીજા વકીલે જવાબ રજૂ કરવા સમયની માગણી કરી હતી. જોકે જસ્ટિસ જે.બી. પારડીવાલાની કોર્ટે કારણ વગર મુદત આપવાનો ઇનકાર કર્યો હતો અને ટકોર કરી હતી કે, આ કેસમાં અત્યાર સુધીમાં 3 વખત વકીલ બદલાઈ ગયા છે. આ કોર્ટ છે કોઈ બગીચો નથી કે મનફાવે ત્યારે વકીલો બદલી શકાય. હવે અધિકારીઓ આ રીતે કોઈ કારણ વગર વકીલો બદલશે તો કોર્ટ તેમની સામે જરૂરી પગલાં લેશે.

અન્ય સમાચારો પણ છે...