જેમ સૂરજ રોજ ઊગે છે તેમ આ દિવ્ય સૂરજ પણ રોજ આ રીતે ઊગે અને આવા એક્સ્પો થકી જનતાની મદદનું માધ્યમ બને તે ખૂબ આવકાર્ય છે, તેમ મણિનગર બિલ્ડર્સ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ વેલ્ફેર એસો.ના સહયોગથી ‘દિવ્ય ભાસ્કર’એ યોજેલા મેગા પ્રોપર્ટી એક્સ્પો-2022ના ઉદઘાટન પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, દિવ્ય ભાસ્કર જેવું વિશ્વસનીય ગ્રૂપ જ આવું કામ કરી શકે અને લોકોને એક છત નીચે અનેક વિકલ્પો આપી શકે છે. આવા એકસ્પો અવારનવાર યોજાવા જોઈએ. અમદાવાદ પશ્ચિમના સંસદ સભ્ય ડો.કિરીટ સોલંકીએ કહ્યું કે, આવા એક્સ્પોથી લોકોને એક જ છત નીચે અનેક વિકલ્પ મળે છે, જે આવકારદાયક છે. મેયર કિરીટ પરમારે કહ્યું કે, પશ્ચિમની જેમ પૂર્વ અમદાવાદમાં પણ મોટી સ્કીમો શરૂ થઈ છે, જેમાં લોકોને 2-3-4 બીએચકે મકાનોની સાથે આકર્ષક બંગ્લોઝની સ્કીમનો લાભ મળી રહ્યો છે.
ન્યૂ મણિનગર ખૂબ જ ઝડપી વિકસી રહ્યું છે
હાલમાં ન્યૂ મણિનગર ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે, જ્યાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને પોષાય તેવી 2-3 બીએચકેની સ્કીમો પડતર ભાવે મળી રહે છે, જેમાં લોકો માટે જરૂરી તમામ સુવિધા પણ મળી રહેતા ડિમાન્ડ જોવા મળે છે. - નિશાંત આર. ડોબરિયા, કર્ણાવતી ગ્રૂપ
ખુલ્લા વિસ્તારમાં મકાન મળી રહેતા વધુ ડિમાન્ડ
ન્યૂ મણિનગર સહિત આસપાસના વિસ્તારમાં સામાન્ય વર્ગ માટે એફોર્ડેબલ મકાનની સાથે ઉચ્ચ મધ્યમ વર્ગ માટે લક્ઝુરિયસ બંગ્લોઝની સ્કીમો પણ છે. અહીં લોકોને ખુલ્લા વિસ્તારમાં મકાનો મળી રહેતાં, ડિમાન્ડ જોવા મળી રહી છે. - પિનલ રામી, અનુષ્ઠાન ગ્રૂપ
લોકોને નવી સ્કીમમાં સારી સુવિધા મળે છે
ન્યૂ મણિનગરની સાથે નારોલ, લાંભા, વટવા, હાથીજણ સહિત અન્ય વિસ્તારની અનેક સ્કીમો અંગે લોકોને એક જ જગાએ પસંદગીની તક મળી રહી છે. તેની સાથે જ આ વિસ્તારમાં રોડ પહોળા હોવાની સાથે પાર્કિંગ, ગાર્ડનિંગ, જિમ, બાળકો માટે રમતનાં મેદાન સહિતની સુવિધા પણ મળી રહે છે, જેને પગલે આ સ્કીમમાં વધુને વધુ લોકો રસ દાખવી રહ્યા છે, જેમાં પૂર્વની સાથે પશ્ચિમ વિસ્તારમાંથી પણ લોકો સ્કીમો જોવા અને ખરીદવા આવી રહ્યા છે. - જિગ્નેશ હીરપરા, રશ્મિ ગ્રૂપ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.