ભાસ્કર એક્સક્લૂસિવહવે ક્ષારયુક્ત પાણીનો ખેલ ખતમ:અમદાવાદી યુવાને બનાવેલું સસ્તા ભાવનું આ ડિવાઇસ 1 લાખ લિટર પાણી કરશે ક્ષારમુક્ત, મેઇન્ટેનન્સ કે સર્વિસની પણ જરૂર નહીં પડે

અમદાવાદ25 દિવસ પહેલાલેખક: આનંદ મોદી

ઘર, સોસાયટી, ઓફિસ, દુકાન સહિતની જગ્યાઓ પર રોજિંદા જીવનમાં પાણીનો ઉપયોગ થાય છે. આ પાણીનો ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે. પરંતુ સંગ્રહ કરેલ પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે અનેક આડઅસરો થાય છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ અમદાવાદના એન્જિનિયર યુવકે શોધી કાઢ્યો છે. પ્રશમ મહેતા નામના યુવકે એવું ડિવાઈસ બનાવ્યું છે જે પાણીમાં નાંખવાથી 1 વર્ષ સુધી પાણી ક્ષારમુક્ત રહેશે.

ઘર બદલીને બીજે રહેવા જતા ક્ષારવાળા પાણીથી સમસ્યા થઈ
અમદાવાદમાં રહેતા એન્જિનિયર પ્રશમ મહેતા નામનો યુવક પોતાનું ઘર બદલીને બીજા ઘરે રહેવા ગયા ત્યારે પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હતું. જેથી પાણી ભારે લાગતું હતું. જેને લઈને પ્રશમે પોતાના અભ્યાસ દ્વારા સંશોધન શરૂ કર્યું અને એક ડિવાઈસ બનાવ્યું. આ ડિવાઈસનું નામ એકવા સ્કેલ રાખવામાં આવ્યું હતું. આ ડિવાઈસ ખૂબ જ નાનું હતું. જેથી તેનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કર્યો ત્યારે તેમાં સફળતા મળી હતી, જે બાદ ગુજરાત યુનિવર્સિટીના સ્ટાર્ટઅપમાં એપ્લાય કર્યું હતું. જ્યાં પ્રશમના ડિવાઈસને મંજૂરી મળી ગઈ હતી અને તેના સ્ટાર્ટઅપને પંથેરા નામ આપવામાં આવ્યું હતું.

પર્યાવરણને નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખ્યું
પ્રશમ મહેતા એન્વાયર્નમેન્ટ એન્જિનયર છે. 8 વર્ષથી તે વૉટર ટ્રીટમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરી રહ્યા છે. પર્યાવરણને નુકસાન ન પહોંચે તે રીતે જ રિસર્ચ કરી આ ડિવાઈસ બનાવ્યું છે. આ ડિવાઈસમાં ગેન ચેન્જર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યા છે તથા ફૂડ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી પાણીમાં ક્ષાર દૂર થાય છે. આ ડિવાઈસ ઘર, સોસાયટી, ટાવર, હોટલ, હોસ્પિટલ અને મોટા પ્રોજેક્ટમાં કામમાં આવશે.7 અલગ અલગ ડિવાઈસ છે જે પાણીના સંગ્રહ પ્રમાણે કામ કરે છે. એક વખત ડિવાઈસ લગાવ્યા બાદ તેને સર્વિસ કે મેઇન્ટેનન્સ કરાવવાનું પણ રહેતું નથી.

અન્ય સમાચારો પણ છે...