દરોડાની કાર્યવાહી જારી:ગુટખાના વેપારી પર ત્રીજે દિવસેય ITના દરોડા યથાવત

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુટખા ડિલર મુસ્તફામિયા હૂસેનમિયા શેખના ઘર અને ઓફિસો ઉપર ઇન્મકટેકસ ડિપાર્ટમેન્ટની ત્રીજા દિવસે પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી. મુસ્તફાને છાતીના દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી.

ગુટખાના ડિલર મુસ્તફા શેખના 14 સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા પડ્યા હતા. દરોડામાં 7.50 કરોડ રોકડ અને 6.50 કરોડ કરતા વધારેની કિંમતના દાગીના મળી આવ્યા છે. ત્રીજા દિવસે પણ અધિકારીઓને મોટી સંખ્યામાં કેસ અને મોટા પ્રમાણમાં રોકડમાં કરેલા રોકાણના દસ્તાવેજો મળી આવ્યા છે. મુસ્તફા અને તેના ચાર ભાઇઓ દ્વારા પ્રોપર્ટી અને જમીનોમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે.

બીજી તરફ બે દિવસથી મુસ્તફા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. જેના કારણે અધિકારીઓ તેમની પૂછતાછ કરી શકયા નથી. અધિકારીઓ જ્યા સુધી મુસ્તફાની પૂછતાછ નહી કરી લે ત્યા સુધી દરોડાની કાર્યવાહી અને મળેલી રોકડ તેમજ દાગીના સીઝ કરી શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...