ઓવર સ્માર્ટનેસ ભારે પડી:અમદાવાદથી ચોર એક કરોડના દાગીના ચોરી રાજસ્થાન ભાગ્યો, વેચવા પાછો અમદાવાદમાં જ આવતા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો

​​​​​​​અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • પોલીસે આરોપી પાસે રૂપિયા 1.10 કરોડના 2 કિલો 710 ગ્રામ દાગીના જપ્ત કર્યા હતા

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર.મંડલીકને અમદાવાદ વિસ્તારમાં બનતા મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તથા આવા ગુન્હા કરતાં આરોપીઓ શોધી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપવામાં આવેલી હતી. જેમા આજે એક બાતમીના આધારે પોલીસે આનંદ નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મળેલા થેલામાં અંદાજે 1.10 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા છે.

આરોપીના થેલામાં જોતા પોલીસ ચોકી ઉઠી
પ્રાપ્ત માહિતી અનુસાર પો.સબ.ઇન્સ.આર.એ. ઝાલાને બાતમી મળી હતી કે, આરોપી આનંદ રાજપુત પોતાના હાથમાં એક કાપડનો થેલો લઈ નમસ્તે સર્કલ સામે હાજીપુરા ગાર્ડન પાસે રોડ ઉપર ઉભો છે. તેની પાસેના થેલામાં ઉપરોકત ગુન્હાનો મુદ્દામાલ હોય, જે સગેવગે કરવા અથવા વેચાણ કરવાના ઇરાદે માણેકચોક તરફ જવાની પેરવી કરી રહેલ હતો. જે બાતમી આધારે પોલીસ બાતમીવાળી જગ્યા પહોંચી આરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેની પાસેથી મળેલા થેલામાં જોતા પોલીસ ચોકી ઉઠી હતી. આરોપી પાસે રૂપિયા 1.10 કરોડના 2 કિલો 710 ગ્રામ દાગીના જપ્ત કર્યા હતા.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

દાગીનાના માલિક પેશાબ કરવા જતા આરોપી થેલો લઈ ભાગ્યો
આરોપી રાજસ્થાનનો રહેવાસી છે. અને રાજસ્થાનમાં જ અલગ-અલગ જગ્યાએ ગુન્હાહિત કાવતરૂ રચી અમદાવાદનાની એમ.એચ.જ્વેલર્સ ખાતે નોકરી કરતો હતો. જ્વેલર્સ માલિક મુકેશ ઘાંચી આનંદ મોહનસીંગ લઈ તારીખ 16 સપ્ટેબરના રોજ એકટીવા લઈ પોતાના ધંધાર્થે શહેરમાં જુદા જુદા વેપારીઓને સોનાના દાગીના સેમ્પલ જુદી જુદી ડીઝાઇનના વજન 4 કિલો 625 ગ્રામના દાગીના બતાવવા નીકળેલા હતાં, ફરતા ફરતા નરોડા વિસ્તારમાં બપોરના સુમારે પહોંચેલ હતાં. તે વખતે ફરીયાદી મુકેશ ઘાંચી પેશાબ કરવા જતાં આ કામનો આરોપી આનંદ આ વાત નો લાભ લઇ સોનાના દાગીના ભરેલ થેલા સહિત એકટીવા લઇ નાસી ગયો હતો.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

દાગીના ફરી અમદાવાદ વેચવા આવ્યો ને પકડાયો
એકટીવા ઇન્ડીયા કોલોની પાસે મુકી સોનાના દાગીના ભરેલ થેલો લઇ પોતાના મિત્ર ગણેશ પ્રભારામ ઘાંચીને ફોન કરી બોલાવી તેની સાથે અમદાવાદ છોડી ઉપરોકત બંન્ને આરોપીઓ નાસી ગયેલ હતાં.બાદ ઉપરોકત બંન્ને આરોપીઓ જુદી જુદી જગ્યાઓએ ફરી આખરે રાજ્સ્થાન પહોંચ્યાં હતાં. ચોરી કરેલ સોનાના દાગીના પૈકી કેટલાક દાગીના આરોપી ગણેશ ઘાંચી લઇ નાસી ગયો હતો. હાલમાં આરોપી આનંદ પોતાની પાસે રહેલ સોનાના દાગીના લઇ આજે તે વેચવાના ઇરાદે અમદાવાદમાં આવ્યો હતો. જ્યાં પોલીસે સોનાના જુદી જુદી ડીઝાઇન દાગીના સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. આ ગુન્હાના અન્ય આરોપીને ઝડપી પાડવા હાલ તજવીજ જારી છે.

અન્ય સમાચારો પણ છે...